જાણીતા તાઝિકિસ્તાની ગાયક અને બિગ બોસ સ્ટાર અબ્દુ રોઝિકની દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે તેમની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. અબ્દુને શનિવારે સવારે લગભગ 5 વાગ્યે મોંટેનેગ્રોથી દુબઈ પહોંચ્યા તરત પછી જ એરપોર્ટ ઓથોરિટીએ રોકી લીધા હતા. 


અબ્દુની કઈ ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે તેની કોઈ પણ પ્રકારની જાણકારી સામે આવી નથી કે કોઈ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. અબ્દુની ટીમ તરફથી જણાવવામાં આવ્યું છે કે અમે ફક્ત એટલું કહી શકીયે કે તેમની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. 

અબ્દુ રોઝિક કોણ છે?

21 વર્ષનો અબ્દુ રોઝિક તેની નાની હાઈટ હોવા છતા મિડલ ઈસ્ટની જાણીતી સેલિબ્રિટીઓમાંનો એક છે. તેમની પાસે UAEના ગોલ્ડન વિઝા છે અને તે ઘણા વર્ષોથી દુબઈમાં રહે છે. તે પોતાના ગીતો, વાયરલ વિડીયો અને બિગ બોસ 16 જેવા રિયાલટી શો દ્વારા ઘણી લોક ચાહના મેળવી છે. 

વિવાદો સાથે જૂનો સબંધ 

આ પ્રથમ વખત નથી જ્યારે અબ્દુ રોજિક કોઈ વિવાદમાં ફસાયા હોય. 2024 માં તેમણે દુબઈના કોકા-કોલા એરેનામાં બોક્સિંગમાં પ્રવેશ કર્યો અને યુકેમાં તેમની રેસ્ટોરન્ટ બ્રાન્ડ 'હબીબી' લોન્ચ કરી હતી. આ વર્ષે તેમને ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક હોસ્પિટાલિટી ફર્મ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા, જોકે તેઓ આ કેસમાં આરોપી સાબિત થયા નહોતા. 

  • Follow us on: