• અબ્દુને મળી સપનાની રાજકુમારી
  • 7 જુલાઈ 2024એ કરશે નિકાહ
  • અબ્દુની થનારી દુલ્હનનું નામ અમીરા છે

રિયાલિટી શો બિગ બોસ 16માં અબ્દુ રોજિકે ધમાલ મચાવી હતી. આ પછી અબ્દુ ભારતમાં ફેમસ બન્યા. તેમનું ફેન ફોલોઈંગમાં જાણીતા સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. 3 ફૂટના અબ્દુએ એક શોમાં કહ્યું હતું કે કાશ તેમની લાઈફમાં પણ કોઈ આવે અને તેમની સાથે લગ્ન કરે. હવે અબ્દુનું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. અબ્દુને તેના સપનાની રાણી મળી છે. અબ્દુ રોજિકે આ વિશે પોતે કહ્યું છે અને સાથે જ તેમના લગ્નની તારીખ પણ જણાવી છે.

માસૂમિયત સાથે ફેન્સનું દિલ જીતે છે અબ્દુ

અબ્દુ રોજિક પોતાની માસૂમિયત સાથે સૌનું દિલ જીતે છે. તેમના ગીત પર સૌ કોઈ ફિદા છે. અબ્દુએ ફેન્સને સારા સમાચાર આપ્યા છે અને કહ્યું કે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. તો જાણો કોની સાથે અને ક્યારે લગ્ન કરશે અબ્દુ.

7 જુલાઈએ કરશે લગ્ન

અબ્દુએ એક વીડિયો શેયર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા જીવનમાં કોઈ આવશે. હું લકી ફીલ કરી રહ્યો છું કે મને પણ મારો પ્રેમ મળી ગયો છે. જે મને માન આપે અને મારો ખ્યાલ રાખે. 7 જુલાઈએ તે અને હું લગ્ન કરીશું. આ સમયે મારી ખુશીને હું વર્ણવી શકતો નથી. અબ્દુએ શેર કરેલા વીડિયોમાં તેણે બ્લેક સૂટ પહેર્યો છે. તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. તેઓએ થનારી દુલ્હન માટે રિંગ પણ ખરીદી છે જેને તેઓ ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અબ્દુ 7 જુલાઈએ નિકાહ કરશે.

 

યૂએઈમાં કરશે લગ્ન

રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે અબ્દુ ઈમીરાતી યુવતી સાથે લગ્ન કરશે. તેમના રિલેશનશીપની ચર્ચા સોશિયલ મીડિયામાં થતી રહે છે. યૂએઈમાં અબ્દુ રોજિક એ યુવતી સાથે 7 જુલાઈએ નિકાહ કરશે. મળતી માહિતિ અનુસાર આ યુવતીનું નામ અમીરા છે અને આ સિવાય તેને વિશે કોઈ જાણકારી મળી નથી. અબ્દુ રોજિકનું ફેન ફોલોઈંગ યૂએઈની સાથે ભારતમાં પણ મોટા પ્રમાણમાં છે અને સાથે જ તેમના લગ્નના સમાચારથી તમામ ફેન્સ ખુશ છે. 

  • Follow us on: