• સોનાક્ષીએ કિસિંગ-ઈન્ટિમેટ સીનનો કર્યો સ્પષ્ટ ઈનકાર
  • હું આ કામ માટે કમ્ફર્ટેબલ નથીઃ સોનાક્ષી
  • કોઈના વિના કોઈ કામ અધૂરું રહેતું નથીઃ એક્ટ્રેસ

સોનાક્ષી સિન્હા પોતાની વેબ સીરીઝ હીરામંડીને લઈને ચર્ચામાં છે. સીરીઝમાં તેઓએ ફરીદનનો રોલ કર્યો છે. આ રોલમાં એક્ટ્રેસે દમદાર એક્ટિંગ કરી હતી. સંજય લીલા ભણસાલીની સીરીઝમાં તેઓએ તવાયફનો રોલ નિભાવ્યો હતો. ફેન્સે તેની એક્ટિંગની ચર્ચા પણ કરી છે. સોનાક્ષી ફેન્સનો પ્રેમ જોઈને ખુશ થઈ, એક્ટ્રેસનું કહેવું છે કે તેઓએ હંમેશા કોશિશ કરી કે તે ફેન્સને નિરાશ ન કરે. તેઓએ એમ પણ કહ્યું કે તે ફિલ્મ અને સીરીઝમાં કિસિંગ અને ઈન્ટીમેટ સીન માટે કમ્ફર્ટેબલ નથી.

કિસિંગ સીન નહીં કરે સોનાક્ષી

ઈન્ડસ્ટ્રીમાં અનેક સેલેબ્સ છે જે નો કિસિંગ અને ઈન્ટિમેટ સીનના આધારે કામ કરે છે. આ લિસ્ટમાં સોનાક્ષીનું નામ પણ છે. એક વખત તેણે કહ્યું કે હું કોઈ પણ સીનમાં ખોવાઈ નથી. જેમ કે કિસિંગ કે ઈન્ટીમેટ. મેં હંમેશા ડાયરેક્ટર અને ફિલ્મમેકરને સ્પષ્ટ કહ્યું છે કે કિસિંગ કે ઈન્ટીમેટ સીન નહીં કરું. હું તેમાં કમ્ફર્ટેબલ નથી. જો તમને લાગે છે કે એક એક્ટરના રોલમાં હું કંઈ સારું કરી શકું છું તો જ મારી સાથે કામ કરો. નહીં તો તમે અન્ય કોઈને લઈ શકો છો, જે આ પ્રકારના સીનમાં કમ્ફર્ટેબલ હોય, ઓપ્શન હંમેશા ઓપન હોય છે. કોઈના વિના કોઈ કામ ક્યારેય અધૂરું રહેતું નથી.

સંજય લીલા ભણસાલીનો માન્યો આભાર

સોનાક્ષી કહે છે કે મારી અનેક ફિલ્મો ફ્લોપ રહી, મેં થિયેટર્સમાં ભલે કમાલ ન કર્યો હોય પણ હું ઘરે ક્યારેય ફ્રી રહી નથી. આ સાથે હું કંઈ ને કંઈ કરતી રહું છું. મને લાગે છે કે એક એક્ટર હંમેશા એક ફિલ્મમેકરની શોધમાં હોય છે જે આ રોલ ઓફર કરે. જે કોઈએ ન કર્યો હોય, આ માટે હું સંજય લીલા ભણસાલીની આભારી છું, વિક્રમાદિત્યની આભારી છું જેમણે મને લૂટેરાંમાં કામ કરવાનો અવસર આપ્યો. એક એક્ટરને માટે આ રોલ કરવો સૌભાગ્યની વાત છે. હીરામંડી 1 મેથી નેટફ્લિક્સ પર આવી ચૂકી છે. સોનાક્ષી સિવાય આ સીરિઝમાં મનીષા કોઈરાલા, સંજીદા શેખ, ફરીદા જલાલ, અદિતિ રાવ હૈદરી, શેખર સુમન અને ફરદીન ખાન પણ મુખ્ય રોલમાં રહ્યા હતા.  

  • Follow us on: