- 30 વર્ષથી વધુ સમયથી બોલિવૂડમાં કરે છે રાજ
- દેશ સાથે વિદેશમાં પણ છે મોટું ફેન ફોલોઈંગ
- ચાર લોકોમાં વહેંચાશે સલમાનની મિલકત
સલમાન ખાન છેલ્લા 30 વર્ષથી વધારે સમયથી બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે અને દેશ સાથે વિદેશમાં પણ તેમનું મોટું ફેન ફોલોઈંગ છે. તેઓએ કરિયરમાં અનેક શાનદાર ફિલ્મો આપી છે. તેમની દમદાર એક્ટિંગને કારણે તે ફેન્સમાં પ્રિય છે. આ સાથે સલમાન ખાને અનેકગણી મિલકત કમાઈ છે. પરંતુ સલમાન ખાનની અથાગ સંપત્તિનો વારસદાર કોણ હશે તે પણ જાણવા મળ્યું છે.
રૂ.3000 કરોડના માલિક છે ભાઈજાન
સલમાન ખાન રૂ. 3000 કરોડની પ્રોપર્ટીના માલિક છે. તે બોલિવૂડના હાઈએસ્ટ પેઈડ એક્ટર્સમાંના એક છે. તેમની તમામ ફિલ્મ 100 કરોડથી વધારે કમાણી કરે છે. સલમાનને લઈને અનેકવાર સવાલ થાય છે કે તેની સંપત્તિ પર કોનો હક હશે. એક રિપોર્ટ અનુસાર હાલમાં અરહાન ખાનના પોડકાસ્ટમાં અરબાઝ અને સોહેલ પહોંચ્યા અને સલમાનની પ્રોપર્ટીને લઈને વાત કરી હતી.
ચાર ભાગમાં વહેંચાશે સલમાનની પ્રોપર્ટી
ઉલ્લેખનીય છે કે સલમાન ખાને લગ્ન કર્યા નથી અને હવે તેમને લગ્નમાં કોઈ રસ નથી. એવામાં સવાલ એ થાય છે કે શું સલમાન પરિવારને જ પ્રોપર્ટીનો હક આપશે. રિપોર્ટના અનુસાર સલમાનની પ્રોપર્ટીના 4 ભાગ થશે. સલમાનની લાઈફમાં તેમના નાના ભાઈ અરબાઝ અને સોહેલ તથા અન્ય બંને બહેનો અલવીરા અને અર્પિતા ખાસ મહત્ત્વ ધરાવે છે. આ તમામને સંપત્તિનો બરાબર ભાગ મળશે. સલમાનને જો કંઈ થાય છે તો તેની તમામ પ્રોપર્ટીને તમામ ભાઈ-બહેનોમાં વહેંચી દેવામાં આવશે.
કેવું છે સલમાનનું વર્કફ્રન્ટ
ભાઈજાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓએ હાલમાં ઈદ 2025માં રીલિઝ થનારી ફિલ્મ સિકંદરની જાહેરાત કરી હતી. આ સાથે એક્ટર અનેક પ્રોજેક્ટમાં પણ જોવા મળશે. સલમાન ખાન જલ્દી બિગ બોસ ઓટીટી 3ને પણ હોસ્ટ કરતા જોવા મળશે.