બોલીવુડના લોકપ્રિય રેપર બાદશાહ હાલમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. તેણે 31 ઓગસ્ટે પોતાની પત્ની અને પંજાબી અભિનેત્રી ઈશા રિખીથી અલગ થવાની વાત કન્ફર્મ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે બાદશાહ અને ઈશા લગ્નના માત્ર 5 મહિના બાદ જ અલગ થઈ ગયા છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે ઈશા રિયાલિટી શો બિગ બોસ 20માં જોવા મળી શકે છે. હવે સલમાન ખાનના શોમાં તેની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે.

બિગ બોસ 20નો પ્રોમો થયો રિલીઝ

જિયો હોટસ્ટારે બિગ બોસ 20નો નવો પ્રોમો શેર કર્યો છે, જેમાં ઈશા રિખી પ્રેમમાં મળેલા દગા વિશે વાત કરતી જોવા મળી રહી છે. જોકે, નિર્માતાઓએ તેનો સંપૂર્ણ ચહેરો બતાવ્યો નથી, પરંતુ તેના અવાજ અને વાતો પરથી યુઝર્સે તેને ઓળખી લીધી છે. નિર્માતાઓએ પ્રોમો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, આ ઝલક જોઈને તમને ખાતરી થઈ ગઈ કે અમે હજુ કંઈક વધુ કહીએ?
https://www.instagram.com/reel/Dc30LB_MhmA/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

ઈશા રિખી થઈ ઈમોશનલ

સામે આવેલા પ્રોમોમાં ઈશા રિખી ખૂબ જ ઈમોશનલ જોવા મળી રહી છે. રડતા રડતા તેણે કહ્યું, હું પંજાબી અને હિન્દી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકી છું... એ મારી જિંદગીનો સૌથી સારો સમય હતો. ત્યાર બાદ મને પ્રેમ થયો અને... મેં જે કંઈ સહન કર્યું... આઈ એમ સોરી... જ્યારે કેટલાક સંબંધોમાંથી તમારો વિશ્વાસ તૂટી જાય છે ત્યારે...
https://www.instagram.com/p/DYMNOLWkV2X/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

બાદશાહ અને ઈશા રિખીના લગ્ન ક્યારે થયા?

બાદશાહ અને ઈશા રિખીએ માર્ચ 2026માં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ જૂનમાં ઈશાએ ઇન્સ્ટાગ્રામના આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન બાદશાહ સાથેના પોતાના લગ્નની પુષ્ટિ કરી હતી. જોકે, જુલાઈમાં બંનેના સંબંધોમાં અણબનાવના સમાચાર સામે આવવા લાગ્યા હતા. આ દરમિયાન ઈશાએ બાદશાહ સાથે વિતાવેલી પળોની તસવીરો અને વીડિયોનું એક મોન્ટેજ શેર કર્યું હતું, જેની સાથે તેમણે એક ક્રિપ્ટિક કેપ્શન લખ્યું હતું, દરેક તોફાન એક શીખ છે. દરેક પ્રાર્થના એક આશા છે.
Bigg Boss 20, Isha Rikhi (1)

કોણ છે ઈશા રિખી?

ઈશા રિખી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને મોડલ છે. તેણે વર્ષ 2013માં પંજાબી ફિલ્મ જટ્ટ બોયઝ પુત્ત જટ્ટાં દેથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે હેપ્પી ગો લકી, અરદાસ અને જટ્ટ એન્ડ જુલિયટ જેવી અનેક પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. ઈશાએ વર્ષ 2018માં ફિલ્મ નવાબઝાદેથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં વરુણ ધવન અને રાઘવ જુયાલ જેવા કલાકારો જોવા મળ્યા હતા.

બિગ બોસ 20 ક્યારે શરૂ થશે?

બિગ બોસ 20ની વાત કરીએ તો શોના કન્ફર્મ સ્પર્ધકોમાં રોહેડ ખાન, કુશલ તંવર ઉર્ફે ગુલ્લુ, રીતિ તિવારી, મેરી કોમ, આમ્રપાલી દુબે, કાઝી તૌકીર, ખુશી દુબે, ગીતા બસ્રા, શૌવિક ચક્રવર્તી, અમન ગાંધી અને અર્શિફા ખાન જેવા સેલેબ્સના નામ સામેલ છે. બિગ બોસ 20નું ગ્રાન્ડ પ્રીમિયર 6 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 9 વાગ્યે થશે. શો જિયો હોટસ્ટાર અને કલર્સ ટીવી પર જોઈ શકાશે.

આ પણ વાંચો-Mirzapur The Movie બની ચોથી સૌથી મોટી A રેટેડ ઓપનર! 6 બ્લોકબસ્ટર ફિલ્મોને ચટાડી ધૂળ!