ગુરમીત સિંહના નિર્દેશનમાં બનેલી મિર્ઝાપુર ધ મૂવી આખરે 4 સપ્ટેમ્બર, શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ. દરેકના મનમાં સવાલ હતો કે શું કોઈ વેબ સિરીઝ પર આધારિત સ્ટોરી જોવા માટે દર્શકો સિનેમાઘરમાં પૈસા ખર્ચશે? ફિલ્મની પહેલા દિવસની કમાણીએ આ સવાલનો જવાબ શાનદાર રીતે આપ્યો છે. મિર્ઝાપુર ધ મૂવીએ ધમાકેદાર શરૂઆત કરી છે.
મિર્ઝાપુર ધ મૂવીએ કેટલા કરોડથી કરી ઓપનિંગ?
મિર્ઝાપુર ધ મૂવીએ રિલીઝ પહેલાં જ એડવાન્સ બુકિંગમાં ધૂમ મચાવી દીધી હતી. સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ ફિલ્મ જોવા માટે દર્શકોની ભીડ ઉમટી પડી હતી. સોશિયલ મીડિયા પર પણ મિર્ઝાપુર ધ મૂવીના ડાયલોગ્સથી લઈને કલાકારોની એક્ટિંગ અને ક્લાઇમેક્સ સુધીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જોકે કેટલાક દર્શકોને ફિલ્મની 3 કલાકથી વધુની લંબાઈ થોડી વધારે લાગી, તેમ છતાં મિર્ઝાપુર ધ મૂવીએ ઓપનિંગ ડે પર જોરદાર કમાણી કરી છે.
- સેકનિલ્કના શરૂઆતના આંકડા પ્રમાણે મિર્ઝાપુર ધ મૂવીએ રિલીઝના પહેલા દિવસે 24.75 કરોડ રૂપિયાની કમાણી સાથે ખાતું ખોલ્યું છે.
- ફિલ્મે પહેલા દિવસે હિન્દીમાં 24.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
- જ્યારે તેલુગુમાં ફિલ્મની પહેલા દિવસની કમાણી 0.15 કરોડ રૂપિયા રહી છે.
- આ સાથે મિર્ઝાપુર ધ મૂવીએ રિલીઝના પહેલા દિવસે 24.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
મિર્ઝાપુર ધ મૂવી બની વર્ષની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ
મિર્ઝાપુર ધ મૂવીએ રિલીઝના પહેલા જ દિવસે 24.75 કરોડ રૂપિયાની કમાણી સાથે શાનદાર શરૂઆત કરી છે. આ ફિલ્મ વર્ષની ત્રીજી સૌથી મોટી ઓપનર બની છે. સાથે જ ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી વધુ ઓપનિંગ કરનારી A રેટેડ ફિલ્મોમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ સાથે ફિલ્મે સત્યમેવ જયતે કબીર સિંહ, કોકટેલ 2 અને બાગી 4 સહિત ઘણી A રેટેડ ફિલ્મોની પહેલા દિવસની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ છે બોલીવુડની ટોપ 10 A રેટેડ ઓપનિંગ કરનારી ફિલ્મો
1. ધુરંધર 2 – 145 કરોડ
2. એનિમલ – 63.8 કરોડ
3. ધુરંધર – 28.6 કરોડ
4. મિર્ઝાપુર ધ મૂવી – 24.75 કરોડ
5. સત્યમેવ જયતે – 20.52 કરોડ
6. કબીર સિંહ – 20.21 કરોડ
7. કોકટેલ 2 – 14.10 કરોડ
8. બાગી 4 – 13.2 કરોડ
9. ગ્રાન્ડ મસ્તી – 12.5 કરોડ
10. વીરે દી વેડિંગ – 10.7 કરોડ
મિર્ઝાપુર ધ મૂવી વિશે
મિર્ઝાપુર ધ મૂવીનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે અને તેની સ્ટોરી પુનીત કૃષ્ણાએ લખી છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તરે ફિલ્મનું નિર્માણ કર્યું છે, જ્યારે કાસિમ જગમગિયા અને વિશાલ રામચંદાની સહ-નિર્માતા છે.
મિર્ઝાપુર ધ મૂવીમાં જોવા મળશે દમદાર સ્ટારકાસ્ટ
ફિલ્મમાં અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ, જીતેન્દ્ર કુમાર, રવિ કિશન, અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા શેખર ગૌડ અને શ્વેતા ત્રિપાઠી જોવા મળે છે. જીતેન્દ્ર કુમાર ફિલ્મમાં બબલુ પંડિતની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ પાત્ર વેબ સિરીઝમાં વિક્રાંત મેસીએ ભજવ્યું હતું. બીજી તરફ, ફિલ્મમાં રવિ કિશન પણ એક નવા પાત્રમાં જોવા મળ્યા છે.
આ પણ વાંચો-Netflix પર આવતા જ આ ફિલ્મે મચાવ્યો તાંડવ! નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે ક્રાઈમ થ્રિલર