બોલિવૂડના દિવંગત અભિનેતા અને નિર્માતા ફિરોઝ ખાનને તેમની શાનદાર એક્ટિંગ, દમદાર લૂક્સ અને અનોખી સ્ટાઇલ માટે આજે પણ યાદ કરવામાં આવે છે. સફળ ફિલ્મી કારકિર્દી હોવા છતાં તેમનું અંગત જીવન અનેક ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. પરિણીત હોવા છતાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું હોય કે પાકિસ્તાન સામે આપેલું નિવેદન, ફિરોઝ ખાન અવારનવાર ચર્ચામાં રહ્યા હતા. આજે તેમના જન્મજયંતી પ્રસંગે જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

ફિરોઝખાન, બેંગલુરુથી બોલિવૂડ સુધીની સફર

25 સપ્ટેમ્બર, 1939ના રોજ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં જન્મેલા ફિરોઝ ખાનનું સાચું નામ ઝુલ્ફીકાર અલી શાહ ખાન હતું. ફિલ્મ ઉદ્યોગમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. તેમણે ખૂબ જ નાની ઉંમરે 1959માં આવેલી ફિલ્મ "દીદી" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેમની સાથે સુનીલ દત્ત, શુભા ખોટે અને લલિતા પવાર જેવા દિગ્ગજ કલાકારો હતા.

અભિનેતા ફિરોઝના અનોખો અંદાજના લોકો દિવાના

ફિરોઝ ખાનની આ ફિલ્મો આજે પણ લોકોને જોવી ખૂબ પસંદ છે. અભિનેતા તરીકે તેમણે 90ના દાયકામાં પોતાની એક અલગ સ્ટાઈલ ક્રિએટ કરી હતી. હોલીવુડ સ્ટાર જેવો લુક અને બોલવાનો અનોખો અંદાજના આજે પણ અનેક લોકો દિવાના છે. તેમણે "કુર્બાની," "વેલકમ," "આરઝૂ," "ઓરત," "મેલા," "ખોટે સિક્કે," અને "ધરમાત્મા" જેવી સુપરહિટ ફિલ્મો આપીને પોતાની અલગ ઓળખ બનાવી હતી. અભિનેતા બન્યા બાદ તેમણે દયાવાન જેવી ફિલ્મોમાં ડાયરેકશન પણ કર્યું.  ઇન્ડસ્ટ્રીમાં આજે પણ નવોદિત કલાકારો જયારે ડેશિંગ લુક મેળવવો હોય ત્યારે ફિરોઝખાનની ફિલ્મો જરૂર દેખે છે.

પાકિસ્તાને કેમ ફિરોઝખાન પર મૂક્યો હતો પ્રતિબંધ?

વર્ષ 2006માં ફિરોઝ ખાન તેમના ભાઈ અકબર ખાનની ફિલ્મ 'તાજમહેલ'ના પ્રોમોશન માટે પાકિસ્તાન ગયા હતા. ત્યાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે ભારતની પ્રશંસા કરતા કહ્યું હતું કે "ભારતમાં મુસ્લિમો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે, જ્યારે પાકિસ્તાનમાં મુસ્લિમો જ એકબીજાને મારી રહ્યા છે." તેમના આ નિવેદનથી પાકિસ્તાનમાં ભારે હોબાળો મચ્યો હતો. તત્કાલીન પાકિસ્તાની પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે ફિરોઝ ખાનના પાકિસ્તાન પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો અને વિઝા આપવાની મનાઈ ફરમાવી હતી.

2009માં લીધા અંતિમ શ્વાસ

દિગ્ગજ અભિનેતા ફિરોઝ ખાને 27 એપ્રિલ, 2009ના રોજ બેંગલુરુ ખાતે 69 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. ફિરોઝ ખાનના અંગત જીવનની વાત કરીએ તો 1960ના દાયકામાં ફિરોઝ ખાનની મુલાકાત સુંદરી ખાન સાથે થઈ હતી, જે પહેલાથી પરિણીત હતી. બંને વચ્ચે પ્રેમ થતાં તેમણે 1965માં લગ્ન કર્યા. આ દંપતીને બે બાળકો - પુત્ર ફરદીન ખાન અને પુત્રી લૈલા ખાન થયા. ફિરોઝખાનનો પુત્ર ફરદીન ખાન પણ બોલીવુડમાં હિરો તરીકે નસીબ અજમાવ્યું. પરંતુ સફળતા ના મળી છતાં તે આજે અનેક ફિલ્મોમાં જુદા-જુદા પાત્રો ભજવી રહ્યો છે.


આ પણ વાંચો : Iconic Character: દરવાજો તોડવાવાળા દયાના નવા શોમાં CIDના સૌથી આઇકોનિક કેરેક્ટરની થઈ ગઈ દમદાર એન્ટ્રી!