ACP પ્રદ્યુમન, અભિજીત અને દયા… CIDના આ 3 પાત્રોને ફરી એકસાથે જોવા માટે ફેન્સની રાહ હવે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. દયાનું પાત્ર ભજવનારા અભિનેતા દયાનંદ શેટ્ટી પોતાની પ્રોડક્શન કંપની દ્વારા પાપનાશમ નામનો એક ક્રાઇમ શો લઈને આવી રહ્યા છે, જે ડિસેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે. શોની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે.

પાપનાશમમાં CIDના જૂના કલાકારોનો જમાવડો

દયાએ એક વીડિયો શેર કરીને શોના ટાઇટલની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે શૂટિંગ શરૂ થઈ ગઈ છે. અભિનેતા આદિત્ય શ્રીવાસ્તવ એટલે કે CIDના અભિજીત અને અભિનેતા શિવાજી સાટમ એટલે કે ACP પ્રદ્યુમન પણ દયા સાથે આ શોમાં જોવા મળશે. આ તમામ કલાકારો ઉપરાંત અભિનેતા કે.કે. ગોસ્વામી પણ પાપનાશમમાં જોવા મળશે.

CIDમાં કે.કે. ગોસ્વામીનું પાત્ર

કે.કે. ગોસ્વામી છેલ્લા 3 દાયકાથી સિનેમાની દુનિયાનો ભાગ છે. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ CIDનો પણ મહત્વનો ભાગ રહ્યા છે. આ શોમાં તેઓ ઢેંચૂના પાત્રમાં જોવા મળતા હતા, જે CID માટે ખબરી તરીકે કામ કરતો હતો. પોતાના આ પાત્ર અને જોરદાર કોમિક ટાઇમિંગથી તેઓ લોકોને ખૂબ હસાવતા હતા. તેમનું આ પાત્ર ઘણું આઇકોનિક છે.
https://www.instagram.com/reel/DdlCZJMIEbq/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

પાપનાશમમાં કે.કે. ગોસ્વામી પણ જોવા મળશે

CID ભલે બંધ થઈ ગયો હોય અને આ શોના જૂના કલાકારો નવો શો લઈને આવી રહ્યા હોય, પરંતુ તે તમામ કલાકારો સાથે કે.કે. ગોસ્વામી પણ જોવા મળશે. તાજેતરમાં તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે તેઓ પણ આ શોની શૂટિંગ કરી રહ્યા છે. પાપનાશમ યુટ્યુબ પર જોવા મળશે. હાલમાં તેની રિલીઝ ડેટની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. જોકે, એવા અહેવાલો છે કે આ શો ડિસેમ્બરમાં શરૂ થઈ શકે છે. CIDના તમામ ફેન્સ આ નવા શોને લઈને ઉત્સાહિત છે. અભિનેતા અજય નાગરથ એટલે કે પંકજ અને અંશા સૈયદ એટલે કે પૂર્વી પણ આ શોનો ભાગ છે.

આ પણ વાંચો-South Movie : ધ પેરાડાઇઝ બની નાનીના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ, 5 મોટી ફિલ્મોને ચટાડી ધૂળ