નાનીની ધ પેરેડાઇઝ આખરે 24 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. 20 કરોડ રૂપિયાથી વધુની જોરદાર એડવાન્સ બુકિંગને જોતા પહેલેથી જ સ્પષ્ટ હતું કે ફિલ્મ રિલીઝના પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. અપેક્ષા મુજબ ધ પેરેડાઇઝની શરૂઆત જોરદાર રહી છે.
ધ પેરેડાઇઝ એ પહેલા દિવસે કેટલી કમાણી કરી?
એક્શન થ્રિલર ધ પેરેડાઇઝને રિલીઝ પહેલાં જબરદસ્ત ચર્ચાનો ફાયદો મળ્યો છે. પેઇડ પ્રીમિયર શોમાં સારો દેખાવ કર્યા બાદ ઓપનિંગ ડે પર પણ ફિલ્મે દમદાર કમાણી કરી છે. જોકે, ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, તેમ છતાં તે ભારતીય બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરવામાં સફળ રહી છે.
- ફિલ્મે પ્રીમિયર શોમાં 11.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
- સૈકનિલ્કના અર્લી ટ્રેન્ડ રિપોર્ટ મુજબ ધ પેરેડાઇઝ એ રિલીઝના પહેલા દિવસે 34.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
- આ સાથે પેઇડ પ્રીવ્યૂ શોને સામેલ કરીને ભારતમાં ફિલ્મની પહેલા દિવસની કુલ કમાણી 46.25 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ધ પેરેડાઇઝ બની વર્ષની 5મી સૌથી મોટી ભારતીય ઓપનર
ધ પેરેડાઇઝ એ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરી છે. પેઇડ પ્રીવ્યૂ શોની કમાણી સાથે ફિલ્મે પહેલા દિવસે 46.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મે માના શંકર વર પ્રસાદ ગારુના 41.6 કરોડ રૂપિયા અને જના નાયકનના 42.7 કરોડ રૂપિયાના ઓપનિંગ ડે કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ સાથે ફિલ્મ વર્ષ 2026ની 5મી સૌથી મોટી ભારતીય ઓપનિંગ બની ગઈ છે.
2026ની ટોપ 10 ભારતીય ઓપનિંગ ફિલ્મો
1. ધુરંધર 2 – 145 કરોડ રૂપિયા
2. ટોક્સિક – 101.1 કરોડ રૂપિયા
3. પેડ્ડી – 69.5 કરોડ રૂપિયા
4. ધ રાજાસાબ – 62.9 કરોડ રૂપિયા
5. ધ પેરેડાઇઝ – 46.25 કરોડ રૂપિયા
6. જના નાયકન – 42.7 કરોડ રૂપિયા
7. માના શંકર વર પ્રસાદ ગારુ – 41.6 કરોડ રૂપિયા
8. ઉસ્તાદ ભગત સિંહ – 34.75 કરોડ રૂપિયા
9. બોર્ડર 2 – 32.1 કરોડ રૂપિયા
10. મિર્ઝાપુર ધ મૂવી – 28.11 કરોડ રૂપિયા
ધ પેરેડાઇઝ વિશે
દસારા બાદ ધ પેરેડાઇઝ નાની અને શ્રીકાંત ઓડેલાની બીજી ફિલ્મ છે. આ ફિલ્મ 1980ના દાયકાના સિકંદરાબાદ પર આધારિત છે અને પેરેડાઇઝ નામની એક કાલ્પનિક જગ્યાની સવારી જનજાતિની સ્ટોરી બતાવે છે. નાનીએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જ્યારે અન્ય કલાકારોમાં મોહન બાબુ, રાઘવ જુયાલ, કાયાદુ લોહાર અને સોનાલી કુલકર્ણી સામેલ છે. સુધાકર ચેરુકુરી અને ઈશાન સક્સેનાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મનો સમયગાળો 2 કલાક 54 મિનિટ છે. ફિલ્મ 24 સપ્ટેમ્બરના રોજ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઈ છે.
આ પણ વાંચો-Mollywood : મલયાલમની 2026ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની બેથલેહેમ, જન નાયકનનો રેકોર્ડ તોડ્યો