બોલીવુડના પોપ્યુલર એક્ટર રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખાએ ફેન્સ સાથે એક ખુશખબર શેર કરી છે. રાજકુમાર રાવ અને પત્રલેખા ટૂકં સમયમાં જ માતા-પિતા બનવાના છે.
કપલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી હતી. આ ખુશખબરી સામે આવી અને દરેક લોકો તેમને શુભેચ્છાઓ આપવા લાગ્યા હતા.
રાજકુમાર રાવે શેર કરી પોસ્ટ
રાજકુમાર રાવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં રાજકુનાર રાવે જાણકારી આપી હતી કે તે ટૂંક સમયમાં પિતા બનાવાનો છે. પોસ્ટમાં એક ફોટો શેર કર્યો છે જેમાં લખ્યું છે, બેબી ઓન બોર્ડ, પત્રલેખા અને રાજકુમનાર રાવ. આ પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં રાજકુમાર રાવે લખ્યું 'Elated' અને સાથે રેડ હાર્ટ ઈમોજી પણ મુકી હતી.
યુઝર્સ આપી શુભેચ્છા
રાજકુમાર રાવની આ પોસ્ટ પર સેલેબ્રિટી અને યુઝર્સ પોતાનો રિએક્શન આપી રહ્યા છે અને સેલેબ્સ કપલને શુભેચ્છા આપી રહ્યા છે. તેમજ એક યુઝર્સ રાજકુમાર રાવની પોસ્ટ પર લખ્યું તમારી બંને માટે ઘણી ખુશી થઈ રહી છે. બીજા યુઝર્સ લખ્યું કે બંનેને ખુબ ખુબ અભિનંદન. તેમજ ઘણા બધા ફેન્સે કોમેન્ટમાં લખ્યું હતું ગોડ બ્લેસ યુ.
એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યા હતા
લગ્નના ચાર વર્ષ બાદ રાજકુનાર રાવ અને પત્રલેખા માતા-પિતા બનવાના છે. તેઓના લગ્ન નવેમ્બર 2021માં થયા હતા. લગ્ન પહેલા બંનેએ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બંનેની જોડી ફેન્સને ખૂબ પસંદ આવી હતી.