રણબીર કપૂરની ફિલ્મ રામાયણ હાલમાં સમાચારમાં છે. તેનું કારણ ફિલ્મનો પહેલો લુક છે, જે થોડા દિવસો પહેલા બહાર આવ્યો હતો. રણબીર કપૂરને ભગવાન રામ અને યશને રાવણ તરીકે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા. 2026માં દિવાળી પર રામાયણ આવવાની ચર્ચા પહેલાથી જ ચાલી રહી છે.


ફિલ્મમાં યશ રાવણનું પાત્ર ભજવી રહ્યો છે, પરંતુ તેના પર બીજી જવાબદારી પણ છે. તે રામાયણનો કો-પ્રોડ્યુસર પણ છે. અહેવાલો મુજબ રોકિંગ સ્ટાર યશે ફિલ્મના પહેલા ભાગ માટે 50 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. તે પ્રોફિટ શેરિંગમાં ડીલ કરી રહ્યો છે. 

રામાયણમાં યશ આટલી મિનિટો માટે જોવા મળશે

મીડિયા રિપોર્ટ મુજબ, યશને રામાયણ ભાગ- 1માં મર્યાદિત સ્ક્રીન સમય મળ્યો છે. તે ફિલ્મમાં રાવણ તરીકે ફક્ત 15 મિનિટ માટે જોવા મળશે. આ  નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી સ્ટોરીમાં ભગવાન રામ ની યાત્રા પર વધુ ધ્યાન કરી શકાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા અઠવાડિયામાં, સ્ટોરીમાં મુખ્ય પાત્રોની અયોધ્યામાં વનવાસ સુધીની યાત્રા બતાવવામાં આવશે.

યશનું પાત્ર ફક્ત શરૂઆતના ભાગમાં જ બતાવવામાં આવશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી ભાગ-2માં તેના રોલ વિશે ચર્ચા થઈ શકે છે. મેકર્સોની સત્તાવાર જાહેરાતની હજુ રાહ જોવાઈ રહી છે. રામાયણનો બીજો ભાગ દિવાળી 2027 પર આવશે. જે 700 કરોડના બજેટ સાથે બનાવવામાં આવશે. બંને ભાગનું કુલ બજેટ 1600 કરોડ રૂપિયા છે.

આ ફિલ્મ સાથે યશ કમબેક કરશે

KGF 2 પછી, લોકો યશના આગામી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. તે જે ફિલ્મમાં જોવા મળવાનો છે તે ટોક્સિક છે. ફિલ્મમાંથી તેનો પહેલો લુક જાહેર થઈ ગયો છે. જેમાં તે સંપૂર્ણપણે બદલાયેલા અંદાજમાં જોવા મળશે. જોકે, તે પછી રામાયણ આવશે, જેમાં તે રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે.


  • Follow us on: