બોલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે હાલમાં જ એનિવર્સરી ઉજવી હતી. આ કપલ ખૂબ જ પ્રેમથી સાથે રહે છે અને તેની ઝલક સોશિયલ મીડિયા પર જોવા મળે છે. સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ ઘણીવાર એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો અને વીડિયો શેર કરે છે. હવે સોનાક્ષી સિંહાએ તેના પતિ ઝહીર ઇકબાલની ખાનગી ચેટ શેર કરીને તેના બધા ફેન્સને દંગ કરી દીધા છે. અભિનેત્રીએ ચેટ્સમાં પોતાની પ્રેગ્નન્સીની વાત કરી હતી.


સોનાક્ષી સિંહાએ પ્રેગ્નન્સી અંગે કર્યો ખુલાસો

સોનાક્ષી સિંહા વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે તે પ્રેગ્નેન્ટ છે. સોનાક્ષી સિંહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ સાથેની પ્રાઈવેટ ચેટ શેર કરી છે ઝહીર ઇકબાલે પૂછ્યું કે, 'તમને ભૂખ લાગી છે?' સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે, 'બિલકુલ નહીં. મને ખવડાવવાનું બંધ કરો.' ઝહીર ઇકબાલે જવાબ આપ્યો કે, 'મને લાગ્યું કે રજા શરૂ થઈ ગઈ છે.' સોનાક્ષી સિંહાએ જવાબ આપ્યો કે, 'મેં હમણાં જ તમારી સામે રાત્રિભોજન કર્યું છે. ત્યાર બાદ બંને એકબીજાએ આઈ લવ યું કહે છે. સોનાક્ષી સિંહાએ ચેટનો સ્ક્રીનશોટ શેર કરતા કેપ્શનમાં કહ્યું કે, 'આ જ કારણ છે કે લોકો મને પ્રેગ્નેન્ટ માને છે.


સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે જૂન 2004માં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ બંનેએ એક રિસેપ્શન આપ્યું હતું જેમાં ઘણા લોકો હાજર રહ્યા હતા. સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. સોનાક્ષી હિંદુ હતી અને ઝહીર ઇકબાલ મુસ્લિમ હતો તેથી તેમના લગ્ન ચર્ચાઓ વિષય બન્યા હતા.


  • Follow us on: