'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક લોકપ્રિય ટેલિવિઝન શો છે. આ શો 2008માં શરૂ થયો હતો અને 17 વર્ષથી સતત ફેન્સનું મનોરંજન કરાવી રહ્યો છે. આ શોમાં ઘણા સ્ટાર્સ આવ્યા અને ગયા પરંતુ શોની TRPને હજી સુધી કોઈ અસર પડી નથી. હાલના એપિસોડમાં બબીતાજી અને જેઠાલાલ ગાયબ હતા છતાં પણ ફરી એકવાર 'તારક મહેતા' ટેલિવિઝન પર નંબર 1 શો બની ગયો છે.


'તારક મહેતા' ફરી નંબર 1 શો બન્યો

રૂપાલી ગાંગુલીના શો 'અનુપમા' છેલ્લા ઘણા વર્ષોથી નંબર વન સ્થાન પર હતો પરંતુ 'તારક મહેતા' શોએ પાછળ છોડી દીધો છે. અસિત મોદીના શોને ફેન્સે નંબર 1 બનાવ્યો છે. જેઠાલાલ અને બબીતાજી છેલ્લા કેટલાક દિવસોથી 'તારક મહેતા'માંથી ગાયબ છે છતાં પણ શોની TRP પર કોઈ અસર પડી નથી. એવી ચર્ચા હતી કે જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી અને બબીતાજીની ભૂમિકામાં ખ્યાતિ મેળવનાર મુનમુન દત્તાએ શો છોડી દીધો છે પરંતુ શોના નિર્માતા અસિત મોદીએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

તારક મહેતામાં ભૂત ટ્રેક

'તારક મહેતા' 'અનુપમા'ને હરાવીને નંબર વન શો બની ગયો છે. તે જ સમયે, 'અનુપમા' TRP લિસ્ટમાં બીજા સ્થાને આવી ગયો છે. 'તારક મહેતા' માં એક ભૂત ટ્રેક ચાલી રહ્યો છે જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. જ્યારથી શોમાં ભૂત ટ્રેક શરૂ થયો છે ત્યારથી દર્શકો તેની સાથે જોડાયેલા છે અને તેનું પરિણામ શોની લોકપ્રિયતામાં જોવા મળી રહ્યું છે.

જાણો TRP મામલે કયાં સ્થાને કયો શો?

'તારક મહેતા' નંબર 1 પર, અનુપમા નંબર 2 અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નંબર 3 પર પહોંચ્યો છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' વર્ષોથી દર્શકોનો પ્રેમ મેળવી રહ્યું છે પરંતુ હવે શોની ટીઆરપી ધીમે ધીમે ઘટી રહ્યી છે. આ અઠવાડિયે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ટીઆરપી ચાર્ટમાં ત્રીજા સ્થાને રહ્યો. તો બીજી તરફ, કંવર ઢિલ્લોન અને નેહા હરસોરાનો શો 'ઉડને કી આશા' ચોથા સ્થાને પહોંચી ગયો છે. દર્શકોનો પ્રિય શો 'લાફ્ટર શેફ 2' પાંચમા સ્થાને રહ્યો.


  • Follow us on: