બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. તેણીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે સગાઈ કરી છે. અંશુલાએ ઇન્સ્ટાગ્રામ પર તેની સગાઈની સુંદર તસવીરો શેર કરી ત્યારે આ વાતનો ખુલાસો થયો છે. આ તસવીરો સાથે કપૂર પરિવારની લાડલીએ એક હૃદયસ્પર્શી પોસ્ટ પણ શેર કરી છે. અંશુલા કપૂર અને રોહન ઠક્કરની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ સેલેબ્સ કપલને અભિનંદન આપી રહ્યા છે. 


 અર્જુનની બહેન અંશુલા કપૂરે કરી સગાઈ

અંશુલા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથેના લગ્નના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં અંશુલા ઉભી જોવા મળી રહી છે. તેનો બોયફ્રેન્ડ ઘૂંટણિયે બેઠો છે અને તેને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો છે. તો બીજી તસવીરમાં બંને એકબીજાને પ્રેમાળ નજરે જોઈ રહ્યા છે. એક તસવીરમાં બંને એકબીજાને કિસ કરી રહ્યા છે. પોસ્ટમાં અંશુલા કપૂરે તેની સગાઈની હીરાની વીંટી પણ ફેન્સને બતાવી છે.

અંશુલા કપૂરે શેર કરી પ્રેમ કહાની

તેમની સગાઈની તસવીરો શેર કરતાં અંશુલા કપૂરે લખ્યું હતું કે, 'અમે એક એપ પર મળ્યા હતા. અમે મંગળવારે રાત્રે 1.15 વાગ્યે ચેટિંગ શરૂ કર્યું અને સવારે 6 વાગ્યા સુધી જાગતા રહ્યા. એવું લાગ્યું કે કંઈક મહત્વનું શરૂ થયું છે. 3 વર્ષ બાદ તેણે મારા પ્રિય શહેરમાં સેન્ટ્રલ પાર્કમાં મહેલની સામે પ્રપોઝ કર્યું. ભારતીય સમય મુજબ બરાબર 1.15 વાગ્યે. કોઈક રીતે દુનિયા એક ક્ષણ માટે અટકી ગઈ જેથી તે ક્ષણ જાદુ જેવી લાગે. એક શાંત પ્રેમ જે ઘર જેવો અનુભવ કરાવે.'


અંશુલાએ આગળ લખ્યું કે, 'હું ક્યારેય પરીકથાઓની કહાનીમાં માનતી નહોતી પણ @rohanthakkar1511 એ મને તે દિવસે જે આપ્યું તે વધુ સારું હતું. તે જાણી જોઈને અને વાસ્તવિક રીતે કરવામાં આવ્યું હતું. મેં હા પાડી. કદરૂપા આંસુઓ, ધ્રુજતા હાસ્ય અને એવી ખુશી સાથે જે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી કારણ કે 2022થી તે હંમેશા તું જ રહ્યો છે. મેં મારા પ્રિય મિત્ર સાથે સગાઈ કરી. મારો પ્રિય વ્યક્તિ, પ્રિય શહેર અને હવે મારું પ્રિય હા. પહેલો ખોરાક @shakeshack હોવો જોઈએ કારણ કે અમારી પહેલી વાતચીત શૂમ બર્ગર પ્રત્યેના પ્રેમને કારણે શરૂ થઈ હતી! IYKYK'

કોણ છે અંશુલા કપૂરનો મંગેતર રોહન ઠક્કર?

અંશુલા કપૂરના મંગેતર રોહન ઠક્કર વ્યવસાયે સ્ક્રિપ્ટ રાઇટર છે અને તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ફિલ્મ અને ક્રિએટિવ રાઇટિંગનો કોર્સ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે કોપીરાઇટિંગ પણ કર્યું છે. આ ઉપરાંત રોહને ફિલ્મ 'ધ નોબેલેસ્ટ'નો સ્ક્રીનપ્લે પણ લખ્યો છે. આ ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. હાલમાં રોહન ઠક્કર મુંબઈમાં રહે છે.

  • Follow us on: