બોલીવુડ સ્ટાર્સ ઘણીવાર તેમના અંગત જીવનના મોટા રહસ્યો શેર કરતા રહે છે. બોલીવુડની એક અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં તેના લગ્ન અને બાળકો અંગે ચોંકાવનારી વાત કહી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે દર મહિને કેવી રીતે ગર્ભવતી થઈ જતી .આ નિવેદન આપીને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.


આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ ધ ડર્ટી પિક્ચર સ્ટાર વિદ્યા બાલન છે. વિદ્યા બાલને 2012માં બોલીવુડના પ્રખ્યાત નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. 46 વર્ષની ઉંમર પછી પણ વિદ્યા બાલન માતા બનવા માટે તૈયાર નથી. એક ઇન્ટરવ્યુમાં વિદ્યા બાલને માતા બનવા અંગે એક મોટું નિવેદન આપ્યું હતું.

હું દર મહિને ગર્ભવતી થતી: વિદ્યા બાલન

વિદ્યા બાલને કહ્યું હતું કે, મારા લગ્ન 33 વર્ષની ઉંમરે થયા. લગ્ન બાદ લોકો મને વિચિત્ર સવાલો કરતા હતા કે ક્યારે માતા બનવાની છું. લોકો મને મફતમાં સલાહ આપતા કે મારે લગ્ન કરી લેવા જોઈએ. અભિનેત્રીએ કહ્યું કે, લોકો કહેતા હતા કે તમે લગ્ન અને બાળકો માટે ક્યારેય તૈયાર નહીં થાઓ. તમારે પોતાને દબાણ કરવું પડશે. એક સમય હતો જ્યારે હું દર મહિને ગર્ભવતી થતી. લોકો પૂછતા હતા કે કપડાંમાં શું દેખાય છે. શું આ બેબી બમ્પ છે? હું જવાબમાં કહેતી હતી કે ના, આ મારું પેટ છે.

વિદ્યા બાલને લોકોને સ્પષ્ટ કહ્યું....

વિદ્યા બાલને આગળ ખુલાસો કર્યો હતો મને લાગે છે કે લોકોએ લગ્ન અને બાળકો સંબંધિત સવાલો પૂછવાનું બંધ કરી દેવું જોઈએ. હું જીવનમાં શું કરવા માંગુ છું તે ફક્ત મારો નિર્ણય હોવો જોઈએ. લગ્ન પછી પણ લોકો તમને જીવવા નહીં દે. લગ્ન બાદ તેમને બાળકોની જરૂર હોય છે. આ નિવેદન આપીને વિદ્યા બાલને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી. વિદ્યા બાલને સ્પષ્ટ કરી દીધું કે કોઈ કંઈ કહે કે ન કહે તેનાથી કંઈ થવાનું નથી.


  • Follow us on: