ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય અને અનોખા અંદાજથી લાખો લોકોના દિલમાં સ્થાન બનાવનારી અભિનેત્રી દિશા વાકાણી એટલે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોની ગરબા ક્વીન દયા ભાભી આજકાલ ફરી ચર્ચામાં છે. દિશા વાકાણી આ વખતે કોઈ શો પ્રોજેક્ટ માટે નહીં પરંતુ તેના બદલાયેલા લુક માટે છે.
દિશા વાકાણીનો નવો લુક વાયરલ
તારક મહેતામાં દયાબેનનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં પોતાની ઓળખાણ બનાવી હતી. આ દિવસોમાં દિશા વાકાણીની કેટલીક નવી તસવીરો શેર કરી છે જે જોરદાર રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. બે બાળકોની માતા બન્યા બાદ દયાબેન સંપૂર્ણ પારિવારિક મહિલા બની ગયા હોય એવું લાગી રહ્યું છે. તારક મહેતાના દયાબેનનો આ લુક જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા છે.
શું બદલાઈ ગયા તારક મહેતાના દયાભાભી?
દિશા વાકાણી ઘણા વર્ષોથી ટીવી સ્ક્રીનથી દૂર રહી છે પરંતુ તેના તેની નવી તસવીરો જોતા જ લોકો દયાબેન બદલાઈ ગયા છે એવી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. લેટેસ્ટ તસવીરમાં દિશા વાકાણી ખૂબ જ સિમ્પલ સાડીમાં જોવા મળી રહ્યા છે. તેના ચહેરા પર મિનિમલ મેકઅપ અને માતા બનવાની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે ગુજરાતી બાંધણી સાડી પહેરી હતી અને તેના ચહેરા પર દયા બેનનું ક્યૂટ સ્મિત પણ હતું.
દયાબેને અભિનયનથી દૂરી બનાવી
દિશા વાકાણીએ 2015માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા. તેણીની પહેલી ગર્ભાવસ્થાને કારણે તેણીએ તેના અભિનય કારકિર્દીમાંથી બ્રેક લીધો. 2017માં તેણીએ તેની પહેલી પુત્રીને જન્મ આપ્યો અને 2022માં ફરીથી માતા બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તેણીની નવી તસવીરને જોઈ ફેન્સ તેણીને ફરીથી ટીવી પર જોવા માટે ઉત્સુક છે.