અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાએ 42 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના મૃત્યુથી બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે. હજુ સુધી અભિનેત્રીના મૃત્યુંનુ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. અત્યાર સુધી જે કારણ બહાર આવ્યું છે તે એ છે કે અભિનેત્રીના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હતું. શેફાલી જરીવાલાની નજીકની મિત્ર અને અભિનેત્રી પૂજા ઘાઈએ મૃત્યુ પર મોટો ખુલાસો કર્યો છે. તેણે ખુલાસો કર્યો છે કે છેલ્લી ઘડીએ કાંટા લગા ગર્લ સાથે શું થયું?
પૂજાએ એન્ટી એજિંગ અંગે કહી આ વાત
એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી પૂજા ઘાઈને પૂછવામાં આવ્યું કે શું શેફાલી જરીવાલા એન્ટી એજિંગની સરવાર માટે દવા લેતી હતી. તો તેણે કહ્યું કે 'મને લાગે છે કે કોઈના અંગત જીવન પર ટિપ્પણી કરવી યોગ્ય નથી પણ તમે જાણો છો કે હું દુબઈમાં રહું છું. હું હવે અભિનેત્રી નથી તેથી મને તેની જરૂર નથી પણ મને લાગે છે કે દરેક વ્યક્તિ આ સારવાર લે છે અને મને વિશ્વાસ છે કે દરેકને તેની જરૂર છે. આ ખૂબ જ સામાન્ય બાબત છે.'
ઘરમાં સત્યનારાયણની પૂજા હતી
પૂજા ઘાઈએ ખુલાસો કર્યો કે તે દુબઈમાં રહે છે પરંતુ શેફાલી જરીવાલાનું અવસાન થયું ત્યારે તે મુંબઈમાં હતી. 'ખરેખર જ્યારે અમને બીજા દિવસે અંતિમ સંસ્કાર માટે શેફાલીને ઘરે લાવવાની પરવાનગી આપવામાં આવી ત્યારે મેં જોયું કે આખું ઘર પૂજા માટે શણગારેલું હતું. મને પરિવાર અને પરાગ ત્યાગી પાસેથી ખબર પડી કે એક દિવસ પહેલા તેમના ઘરે સત્યનારાયણ પૂજા હતી. તે પછી જે બન્યું તે હૃદયદ્રાવક હતું.'
શેફાલી સાથે છેલ્લી ઘડીએ આ રીતે થયું....
પૂજાએ આગળ કહ્યું કે, 'તે રાત્રે શેફાલીએ રાબેતા મુજબ રાત્રિભોજન કર્યું અને તેના પતિ પરાગને ડોગને ફરવા લઈ જવા કહ્યું. જ્યારે પરાગ ડોગને લઈને બિલ્ડિંગ કમ્પાઉન્ડમાં ગયો ત્યારે ઘરના હેલ્પરએ પરાગને ફોન કર્યો અને કહ્યું દીદીની તબિયત સારી નથી. પરાગે તરત જ હેલ્પરને નીચે આવીને કૂતરાને ચાલવા કહ્યું જેથી તે શેફાલી પાસે જઈ શકે. જ્યારે પરાગે ઉપર જઈને જોયું તો શેફાલીની નાડી ધબકતી હતી પણ તેની આંખો ખુલતી નહોતી. પરાગ તરત જ શેફાલીને હોસ્પિટલ લઈ ગયો પરંતુ રસ્તામાં જ શેફાલીનું મૃત્યુ થઈ ગયું.'
શેફાલી જરીવાલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ખુલાસો
પૂજા ઘાઈએ શેફાલી જરીવાલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિશે પણ વાત કરી હતી. શેફાલીના રિપોર્ટમાં કંઈ ખોટું નથી. જો એવું થયું હોત તો પરાગ ત્યાગીને પોલીસ પૂછપરછનો સામનો કરવો પડ્યો હોત. તે પહેલાથી જ ખૂબ જ દુઃખી છે. ડોક્ટરે શેફાલી જરીવાલાના પોસ્ટમોર્ટમનું બે વાર પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. તેમણે રેકોર્ડિંગ પણ કરાવ્યું હતું.