અભિનેત્રી અને બિગ બોસ 13ની સ્પર્ધક શેફાલી જરીવાલાનું મૃત્યુ દરેક માટે ખૂબ જ દુઃખદ છે. હિન્દુસ્તાની ભાઉએ શેફાલી જરીવાલાને પોતાની બહેન માની હતી અને બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. શેફાલીના નિધનથી માત્ર તેના ફેન્સ કે પરિવારને જ નહીં સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં છે. હિન્દુસ્તાની ભાઉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે શેફાલીના મૃત્યુ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.


શેફાલી અને મારો સબંધ હૃદયથી: હિન્દુસ્તાની ભાઉ

હિન્દુસ્તાની ભાઉએ કહ્યું કે તે 'બિગ બોસ 13' થી શેફાલીને ઓળખે છે. તે હંમેશા તેના માટે બહેન જેવી હતી. તે મને વર્ષમાં ત્રણ વખત મળતી હતી. અમે વારંવાર ફોન પર વાત કરતા હતા પરંતુ તે ત્રણ દિવસ ખાસ હતા જ્યારે અમે મળવાનું પ્લાન કરતા હતા. ભાઉએ કહ્યું હતું કે 'તે મને પૂછતી હતી 'મારે તારા માટે શું બનાવવું જોઈએ?' હવે તે આપણી વચ્ચે નથી? હવે અમે ફક્ત રાહ જોઈશું કે તેનો ફોન ક્યારે આવશે. હું તેને પ્રેમથી 'ચુપડી' કહેતો હતો. તેમણે એમ પણ કહ્યું કે 'હું ભાગ્યે જ કોઈને મારૂ પોતાનું માનું છું. ઘણા સંબંધો ફક્ત દેખાડા માટે હોય છે પરંતુ કેટલાક સંબંધો હૃદયથી હોય છે અને શેફાલી તે હતી જેને હું દિલથી પ્રેમ કરતો હતો. અમે દર દસ દિવસે એકબીજા સાથે વાત કરતા હતા પરંતુ હું કલ્પના પણ નહોતો કરી શકતો કે આ અચાનક થયું.'

ભાઉ શેફાલીના મૃત્યુથી ખૂબ જ દુઃખી

ભાઉએ પોતાની વાતચીતમાં કહ્યું હતું કે શેફાલીનું દિલ નબળું નહોતું અને તે એક મજબૂત છોકરી હતી જે પરિવારની જવાબદારીઓ સંભાળતી હતી. જોકે, શેફાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેના મૃત્યુનું કારણ શું હતું તે સ્પષ્ટ થશે. પોલીસ અને ડોકટરો બધા હાલમાં તપાસમાં રોકાયેલા છે અને રિપોર્ટ આવ્યા પછી બધું જ ખબર પડશે. ભાઉ શેફાલીના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે.



  • Follow us on: