બિગ બોસ 13 ફેમ શેફાલી જરીવાલાના નિધન બાદ બોલીવુડ સહિત સમગ્ર પરિવારમાં શોકની લહેર જોવા મળી રહી છે, અભિનેત્રીની ફિટનેસ જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તેને કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે. શેફાલી જરીવાલાનું માત્ર 42 વર્ષની ઉંમરે નિધન થયું છે અને તેના પરિવાર, મિત્રો અને ફેન્સની આંખોમાં આસું છે.
કોણ હતો શેફાલી જરીવાલાનો પહેલો પતિ?
શેફાલી જરીવાલાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે તો બીજી તરફ લોકોના મનમાં સવાલ છે કે, અભિનેત્રીનો પૂર્વ પતિ કેમ તેમના અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યો. શેફાલીના લગ્ન પરાગ ત્યાગી પહેલા હરમીત સિંહ સાથે થયા હતા. શેફાલી જરીવાલા અને હરમીત સિંહના લગ્ન માત્ર 5 વર્ષમાં તૂટી ગયા હતા અને અભિનેત્રીએ તેના પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો.

શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કારમાં કેમ ન આવ્યો પૂર્વ પતિ?
છૂટાછેડા બાદ શેફાલી જરીવાલાના તેના પૂર્વ પતિ સાથેના સંબંધોમાં સુધારો થયો હતો છતાં પણ તે અંતિમ સંસ્કારમાં હાજર નહોતો રહ્યો. હવે આનું કારણ હરમીત સિંહે પોતે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે. શેફાલી જરીવાલાના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું છે કે, 'આ મારા જીવનની સૌથી આઘાતજનક ક્ષણોમાંની એક છે. શેફાલીના અચાનક અને અકાળ મૃત્યુ વિશે સાંભળીને હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું અને વિશ્વાસ કરી શકતો નથી. અમે ઘણા સમય પહેલા સાથે કેટલાક સુંદર વર્ષો વિતાવ્યા હતા હું તે યાદોને હંમેશા મારા હૃદયની નજીક રાખીશ.'
શેફાલીના અંતિમ સંસ્કારમાં ન આવવા અંગે ખુલાસો
શેફાલી જરીવાલાના પૂર્વ પતિએ આગળ લખ્યું હતું કે, 'શેફાલીના માતા-પિતા સતીશ જી અને સુનિતા જી તેમના પતિ પરાગ અને બહેન શિવાની પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. અત્યારે હું યુરોપમાં છું, અહીંથી ખૂબ દૂર, મારા માટે દુઃખદ છે કે હું અંતિમ સંસ્કારમાં આવી ન શક્યો. તે ખૂબ જ જલ્દી ચાલી ગઈ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મુશ્કેલ સમયમાં તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને શક્તિ આપે. જય શ્રી કૃષ્ણ.' શેફાલી જરીવાલાના પૂર્વ પતિએ પોતાની પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તેઓ અંતિમ સંસ્કારમાં આવવા માંગતા હતા પરંતુ વિદેશમાં હોવાને કારણે તેઓ અહીં આવી શક્યા નહીં.