તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોના પ્રિય શોમાંથી એક છે. 17 વર્ષથી આ સિરિયલ ફેન્સનું મનોરંજન કરી રહી છે. આ દિવસોમાં શોમાં સતતના ઘણા કલાકારો ચર્ચામાં છે. જેમાં જેઠાલાલ અને બબીતાજીનો સમાવેશ થયા છે. નવા હોરર એપિસોડમાં બબીતાજી અને જેઠાલાલ જોવા મળી રહ્યા નથી તેથી તેમને શો છોડ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે શોમાં બબીતાજીનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તાએ આ અંગે એક પ્રતિક્રિયા આપી છે.
બબીતાજીએ શો છોડવા પર આપી પ્રતિક્રિયા
હાલમાં જ બબીતાજીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણીએ લખ્યું છે કે, અફવાઓ હંમેશા સાચી હોતી નથી. આ વીડિયોમાં મુનમુન દત્તા બ્લેક અને વ્હાઈટ કલરના જમ્પસૂટમાં જોવા મળી રહી છે. મુનમુન દત્તા તારક મહેતાના સેટ પર છે. બબીતાજી ઐય્યરના ઘરે શૂટિંગ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેના અનેક પ્રકારના હાવભાવ પણ જોવા મળી રહ્યા છે. મુનમુન દત્તાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તારક મહેતામાં હોરર કહાની
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે વાત કરીએ તો, આ દિવસોમાં શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ગોકુલધામ સોસાયટીના ઘણા સભ્યો પિકનિક માટે એક બંગલામાં ગયા છે. આ બંગલામાં એક ભૂતનો છાયો છે. ગોકુલધામના લોકો આ વાતથી અજાણ છે. ફક્ત આત્મારામ ભીડેએ જ ભૂત જોયું છે. ભૂત તેને કપડાં ધોવા પણ મજબૂર કરે છે. ભીડેની હાલત ખૂબ જ ખરાબ છે.
તારક મહેતાના આ સ્ટાર પિકનિક પર ગયા નથી. જેમાં જેઠાલાલ, ડો. હંસરાજ હાથી, શ્રીમતી કોમલ હાથી, બબીતાજી અને ઐય્યર આ દિવસોમાં તારક મહેતામાં જોવા મળતા નથી. સાથે જ શો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે કારણ કે તારક મહેતા શોએ ઘણા શોને પછાડીને TRP લિસ્ટમાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.