'કાંટા લગા' સોંગથી ફેમસ થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાના અચાનક અવસાનથી બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ છે. ત્યારે હવે અભિનેત્રી શેફાલીના પૂર્વ પતિ હરમીત સિંહે શોક વ્યક્ત છે અને અંતિમ સંસ્કારમાં હાજરી ન આપી શક્યા તેથી દુ:ખી થયા છે.


હરમીત સિંહે પૂર્વ પત્ની શેફાલી અંગે કહી વાત

મીત બ્રધર્સ ફેમ સિંગરે હરમીત સિંહે હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમની ભૂતપૂર્વ પત્ની શેફાલી જરીવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ખુલાસો કર્યો કે એકવાર તેઓ બંને ફ્લાઇટ દ્વારા સાથે આવ્યા હતા. સિંગરે કહ્યું હતું કે, 'મને યાદ છે કે હું કદાચ બે કે ત્રણ વર્ષ પહેલાં એક શો માટે બાંગ્લાદેશ ગયો હતો. તે સમયે હું, સની લિયોન અને શેફાલી એક ખાનગી વિમાન દ્વારા સાથે ભારત પાછા ફર્યા હતા.'

શેફાલીની યાદો મારા હૃદયની નજીક રાખીશ: હરમીત સિંહ

હરમીત સિંહે કહ્યું કે, 'શેફાલી અને હું ફ્લાઇટમાં એકબીજાની બાજુમાં બેઠા હતા ત્યારે અમે એકબીજા સાથે ઘણી બધી વાતો કરી હતી, સાથે જ અમે કોઈપણ પાર્ટી કે કાર્યક્રમમાં મળતા ત્યારે અમે એકબીજાનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરતા.' પૂર્વ પતિએ કહ્યું કે,'એ હકીકત છે કે શેફાલી હવે આ દુનિયામાં નથી અને તે ખૂબ જ દુઃખદ વાત છે, અમે સાથે કેટલાક સુંદર વર્ષો વિતાવ્યા, એક એવો સમય જે હું હંમેશા મારા હૃદયની નજીક રાખીશ.'

સિંગરે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

આ પહેલા હરમીત કૌરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા શેફાલી જરીવાલાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેણીએ પોસ્ટમાં લખ્યું હતું કે, 'શેફાલીના અચાનક અને અકાળ અવસાનના સમાચાર સાંભળીને હું સંપૂર્ણપણે ભાંગી પડી છું. મને વિશ્વાસ નથી થઈ રહ્યો.' તેણેશેફાલી જરીવાલાના માતાપિતા, પતિ પરાગ ત્યાગી અને બહેન શિવાની જરીવાલાને સંવેદના વ્યક્ત કરી હતી.


  • Follow us on: