Shefali Jariwalaના શરીરમાં પ્રવેશ્યું હતું ભૂત? મૃત્યુ પહેલાની ડરામણી કહાની આવી સામે
Shefali Jariwalaના શરીરમાં પ્રવેશ્યું હતું ભૂત? મૃત્યુ પહેલાની ડરામણી કહાની આવી સામે
Entertainment| By Sandesh Team | Published: Jun 29, 2025 06:03 pm
શેફાલી જરીવાલાએ ભૂત અંગે કર્યો
અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂનની રાત્રે અવસાન થયું. શેફાલીના અચાનક અવસાનથી ફેન્સ સહિત પરિવાર આઘાતમાં છે. અભિનેત્રીનો પતિ, માતા અને પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. શેફાલીના અંતિમ સંસ્કાર 28 જૂને કરવામાં આવ્યા હતા. હવે શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ એક જૂનો ઈન્ટરવ્યું સામે આવ્યો છે. શેફાલી જરીવાલાએ પારસ છાબરાના શોમાં ભૂત વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતા.
શું શેફાલી જરીવાલાના શરીરમાં પ્રવેશ્યું ભૂત?
શેફાલી જરીવાલાએ ખુલાસો કર્યો કે તેણીનો ભૂત સાથેનો સામનો કેવી રીતે થયો હતો? શેફાલી જરીવાલાએ ઓગસ્ટ 2024 માં પારસ છાબડાના પોડકાસ્ટમાં તેની ભયાનક વાર્તા કહી હતી. શેફાલીએ ખુલાસો કર્યો હતો કે એક ભૂત તેના શરીરમાં પ્રવેશ્યું છે અને તે પણ બધાની સામે. શેફાલી જરીવાલાને ભગવાનમાં ખૂબ વિશ્વાસ હતો પરંતુ એકવાર એક પાર્ટીમાં તેની સાથે કંઈક એવું બન્યું કે તે ભૂતમાં પણ વિશ્વાસ કરવા લાગી હતી. આ ઘટના તે સમયની છે જ્યારે તે તેના પતિ પરાગ ત્યાગીને ડેટ કરી રહી હતી.
શેફાલી જરીવાલાએ જણાવ્યું હતું કે એકવાર તે અને પરાગ એક મિત્રના ઘરે પાર્ટીમાં ગયા હતા. ઘરે રાત્રિભોજન હતું અને હળવું સંગીત વાગી રહ્યું હતું. બધા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તેણીને હંમેશા બાલ્કનીમાં બેસવાનું ગમતું હતું અને ત્યાં જઈને બેઠી. ત્યાર બાદ તેની મિત્ર વારંવાર તેને જોતી રહી અને તેને કહેતી રહી 'મને દૂરથી કેમ લાગે છે કે શેફાલી, તું ચશ્મા પહેરે છે? જ્યારે હું નજીક આવીને જોઉં છું ત્યારે હું જોઉં છું કે તું ચશ્મા પહેરતી નથી.' શેફાલી અને પરાગને લાગ્યું કે તેમના મિત્રએ ખૂબ દારૂ પીધો છે. ત્યાર બાદ શેફાલીને યાદ આવ્યું કે તેમની આસપાસ 20-25 લોકો ઉભા હતા. શેફાલીને કંઈ યાદ નહોતું. પરાગ તરત જ શેફાલીને ત્યાંથી હનુમાનજીના મંદિરે લઈ ગયો અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.
શેફાલી જરીવાલા સાથે વિચિત્ર ઘટનાઓ બની
શેફાલી પૂછતી રહી કે શું થયું? પણ કોઈએ કંઈ કહ્યું નહીં. ઘણા વર્ષો બાદ પરાગે અભિનેત્રીને કહ્યું કે તે પાર્ટીમાં બેઠી હતી અને થાકના કરાણે સૂઈ ગઈ, ઉઠતા જ અવાજ બદલાઈ ગયો. તેનો અવાજ પુરુષ જેવો થઈ ગયો હતો અને તે તેને છોડવા માટે લડી રહી હતી. શેફાલીએ કહ્યું કે પરાગ અને અન્ય 20 લોકોએ આ જોયું હતું. શેફાલીએ કહ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે ભૂત ઝાડ પર રહે છે. કેટલાક લોકો કહે છે કે છોકરીઓએ વાળ ખુલ્લા ન રાખવા જોઈએ, પરફ્યુમ ન લગાવવું જોઈએ. તે પહેલા આ બધી વાતોમાં માનતી ન હતી પરંતુ પછીથી તે માનવા લાગી હતી.