અભિનેત્રી શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુએ બધાને ચોંકાવી દીધા છે. 42 વર્ષની ઉંમરે અભિનેત્રીએ આ સુંદર દુનિયાને અલવિદા કહી દીધું છે. પતિ પરાગ ત્યાગીના નિવેદન અનુસાર, અભિનેત્રીએ 27 જૂને સત્યનારાયણ પૂજા રાખી હતી તે દિવસે તેણીએ ઉપવાસ કર્યો હતો. ત્યાર બાદ તેણે ફ્રિજમાંથી ઠંડો ખોરાક કાઢ્યો અને ખાધો હતો. ત્યાર બાદ શેફાલી અચાનક બેહોશ થઈ ગઈ હતી. શેફાલી જરીવાલાની છેલ્લી વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે. તે દિવસે તે કોઈને મળવા જઈ રહી હતી.
શેફાલીની મૃત્યું પહેલાની વોટ્સએપ ચેટ વાયરલ
શેફાલી જેટલી સુંદર હતી તેટલી જ તેનું મન પણ સુંદર હતું. ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી તેના ઘણા મિત્રો હતા. ટેલિવિઝન અભિનેતા વિશાલ આદિત્ય સિંહ પણ આવા લોકોમાંથી એક છે. તે શેફાલીનો નજીકનો મિત્ર રહ્યો છે. વિશાલ આદિત્ય સિંહે હવે શેફાલી સાથેની તેની છેલ્લી વાતચીતનો ખુલાસો કર્યો છે. તેણે વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેમાં તેણે તેની સાથે છેલ્લી વાત શું કરી હતી તે દર્શાવવામાં આવ્યું છે. તેઓએ 25 જૂનના રોજ સાંજે 5:41 વાગ્યે વાત કરી હતી. વિશાલે રેસ્ટોરાંની યાદી મોકલીને ચેટ શરૂ થઈ હતી જેમાં ગીગી (બાંદ્રા), દિતાસ (લોઅર પરેલ), સ્લિંક અને બારડોટ (વરલી), મસાલા લાઇબ્રેરી (બીકેસી) અને એમેઝોનિયા (બીકેસી)નો સમાવેશ થાય છે.

શેફાલીએ વિશાલને જવાબ આપ્યો હતો કે, 'સુના ના, આજે બધે ઘણી ભીડ હશે. શું આપણે શુક્રવારે જવું જોઈએ?' વિશાલે કહ્યું કે, 'હા, સાચું કહ્યું.' તેઓએ 27 જૂન શુક્રવાર રાત્રે 10 વાગ્યે આયોજન કર્યું હતું. તે જ દિવસે તેમનું અવસાન થયું હતું. સ્ક્રીનશોટ શેર કરતાં વિશાલે લખ્યું હતું કે 'જારી, તૂટેલા હાર્ટનું ઇમોજી શેર કર્યું હતું.'
તમને જણાવી દઈએ કે, વિશાલ અને શેફાલી બિગ બોસ 13ના ઘરમાં મળ્યા હતા. ખૂબ જ ઓછા સમયમાં બંને વચ્ચે સારું બોન્ડિંગ થઈ ગયું હતું. શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. જેના જવાબો તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મળશે. ગુરુવારે શેફાલીની પ્રાર્થના સભા યોજાઈ હતી.