બોલીવુડ અભિનેત્રી ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઝીનત પણ ફેન્સ સાથે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા તમામ અપડેટ્સ શેર કરતી રહે છે. ઝીનત અમાને અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયામાં મુસાફરી કરી હતી અને આ દરમિયાન અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે.
એર ઇન્ડિયાને લઈ ઝીનત અમાને કરી પોસ્ટ
ઝીનત અમાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ પોસ્ટમાં ઝીનતે તેનો એક ફોટો શેર કર્યો છે અને જેની સાથે એક લાંબું કેપ્શન પણ લખ્યું છે. ઝીનતે લખ્યું છે કે હું આજે સવારે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ચઢી અને સીટ બેલ્ટ બાંધતાની સાથે જ મારૂં મન ભરાઈ ગયું. આપણું સામૂહિક દુઃખ એવા લોકોને સાંત્વના આપી શકે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ
12 જૂનના રોજ ગુજરાતના અમદાવાદમાં એક ભયાનક ઘટનાએ આખા દેશને હચમાચાવી દીધો હતો. અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં 242 મુસાફરો સવાર હતા તેમાથી એક માત્ર વ્યક્તિનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. આ ઘટના પર બોલીવુડ સેલેબ્સ સહિત તમામ લોકોએ શોક વ્યક્ત કર્યો હતો અને દુ:ખની લાગણીઓ શેર કરી હતી. સામાન્ય માણસથી લઈને VIP સુધી બધાએ આ દુ:ખદ ઘટના અને પીડિત પરિવાર માટે પ્રાર્થના કરી હતી.
ફિલ્મ સ્ટાર્સે પણ દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ આ અકસ્માતના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. આ તસવીરોમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો. પીડિત પરિવારોએ જે દુઃખ સહન કર્યું છે તેને ઓછું કરી શકાતું નથી. જોકે, આ મુશ્કેલ સમયમાં આખો દેશ પીડિતોની સાથે ઉભો છે. ફિલ્મ સ્ટાર્સે પણ એર ઇન્ડિયાના આ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.