કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગુરુવારે ઇંગ્લેન્ડમાં પોલો રમતી વખતે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેઓ 53 વર્ષના હતા અને તેમણે દુનિયાને અદવિદા કહી દીધું છે. ત્યારે હવે માહિતી સામે આવી છે કે, કરિશ્મા કપૂરના પૂર્વ પતિના અંતિમ સંસ્કારમાં વિલંબ થઈ શકે છે.
સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં કેમ વિલંબ થઈ શકે?
અહેવાલ મુજબ, પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં કાનૂની ગૂંચવણોને કારણે વિલંબ થઈ શકે છે કારણ કે તે અમેરિકન નાગરિક છે. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, સંજય કપૂર અમેરિકન નાગરિક હતા અને તેમનું મૃત્યુ લંડનમાં થયું હોવાથી તેમના મૃતદેહને ભારત લાવવાની કાનૂની પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે.
સંજય કપૂરના અંતિમ સંસ્કાર ક્યાં કરાશે?
શુક્રવારે સંજય કપૂરના સસરા અશોક સચદેવે કહ્યું હતું કે અંતિમ સંસ્કાર ભારતના દિલ્હીમાં કરવામાં આવશે. અશોક સચદેવે કહ્યું હતું કે, પોસ્ટમોર્ટમ હજુ ચાલુ છે. કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ભારત લાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે સંજય કપૂરના પરિવારમાં તેમની પત્ની પ્રિયા સચદેવ અને પુત્ર અઝારિયાનો સમાવેશ થાય છે. કરિશ્મા કપૂરથી તેમને એક પુત્રી સમાયરા અને પુત્ર કિયાન પણ છે.
સંજય કપૂરનું મૃત્યુ કેવી રીતે થયું?
સંજય કપૂર ગાર્ડ્સ પોલો ક્લબમાં પોલો રમી રહ્યા હતા ત્યારે મધમાખી ગાળામાં ધુસી જતાં ગૂંગળામણનો અનુભવ થયો હતો. તેમણે રમત બંધ કરવાની વિનંતી કરી અને પછી મેદાન છોડી દીધું હતું ત્યાર બાદ તેમણે હાર્ટ એટેક આવ્યો જેના કારણે તેમનું મૃત્યું હતું.