કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને ઓટોમોબાઈલ ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરનું ગુરુવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓએ 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌતે તેમના મૃત્યુના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે અને તેને ખૂબ જ દુઃખદ અને આઘાતજનક ઘટના ગણાવી છે.


સંજય કપૂરના મૃત્યુ પર કંગનાએ શું કહ્યું?

કંગનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે, 'બીજી એક ચોંકાવનારી ઘટનામાં સંજય કપૂર મેદાનમાં પોલો રમી રહ્યો હતો ત્યારે એક મધમાખી તેના મોંમાં ઘૂસી ગઈ અને કરડી જેના કારણે તેમની શ્વાસનળી બંધ થઈ ગઈ અને તે શ્વાસ લઈ શક્યો નહીં. આ ઘટના બાદ તેમણે રમત બંધ કરી પરંતુ તે જ ક્ષણે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું હતું. આ ખરેખર ખૂબ જ દુઃખદ અને અવિશ્વસનીય ઘટના છે.


કંગનાએ આગળ લખ્યું હતું કે, '2025માં અત્યાર સુધી બની રહેલી વિચિત્ર ઘટનાઓને સમજવાનો પ્રયાસ કરીને હું કંટાળી ગઈ છું. દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરતા રહેવું જોઈએ.'

સંજય કપૂરે શું ટ્વીટ કર્યુ હતુ ?

સંજય કપૂર તેમના મૃત્યું પહેલા અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના સમાચાર ભયાનક છે મારી પ્રાર્થના એ તમામ પરિવારની સાથે છે , આ ટ્વીટ તેમની છેલ્લી ટ્વીટ બની ગઇ છે. પ્રશંસકો આના પર કહી રહ્યા છે કે જીવનનો કોઇ ભરોસો નથી.

કોણ છે સંજય કપૂર?

સંજય કપૂર પ્રખ્યાત ઓટો કંપોનેટ્સ કંપની સોના કોમસ્ટારના ચેરમેન હતા. એક સફળ બિઝનેસમેન સાથે સાથે સામાજીક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય રાખતા હતા, મૃત્યુના થોડા સમય પહેલા જ તેમણે અમદાવાદ પ્લેન દુર્ઘટના પર દુ:ખ વર્ણવ્યુ હતું અને X (Twitter) પોસ્ટ કર્યુ હતું.


  • Follow us on: