ટીવી અને ફિલ્મોમાં પોતાની સુંદરતા અને સાદગીથી બધાનું દિલ જીતી લેનાર રૂખસાર રહેમાને હાલમાં જ પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ખુલાસા કર્યા છે. એક ઇન્ટરવ્યુમાં પહેલીવાર તેણે જગજાહેર પોતાના સ્મિત પાછળ છુપાયેલા દુ:ખ અંગે જણાવ્યું હતું કે, કેવી રીતે માતા-પિતાના દબાણના કરાણે જલ્દી લગ્ન, વહેલા માતા બનવું, છૂટાછેડા અને બાળક સાથે ઘરેથી ભાગી જવું. આ બધી વસ્તુઓએ તેના જીવનને ફિલ્મી કહાની જેવું બનાવી દીધું હતું.


અભિનેત્રીએ દિકરીની સંભાળ રાખવા કર્યું દરેક કામ

રૂખસારે જણાવ્યું હતું કે તેના માતા-પિતાએ તેને ખૂબ નાની ઉંમરે લગ્ન કરવા દબાણ કર્યું હતું. તે માત્ર 19 વર્ષની ઉંમરે માતા બની હતી. તેણે પોતાનો પહેલો સંબંધ જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ સંજોગો એવા હતા કે સંબંધ તૂટી ગયો. લગ્નજીવન તૂટ્યા બાદ રૂખસાર તેની 8 વર્ષની પુત્રી સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. તેણે કોઈ પણ ટેકા વિના પોતાનું નવું જીવન શરૂ કર્યું. આ સમય દરમિયાન રુખસારે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ ક્યારેય હાર માની નહીં. અભિનેત્રી તેનું એને દિકરીનું ગુજરાન ચલાવવા માટે એક બુટિકમાં કામ કરતી હતી અને ક્યારેક પોતાની અને પોતાની પુત્રીની સંભાળ રાખવા માટે નાની નાની નોકરીઓ કરતી હતી.

પતિએ છૂટાછેડા વિના કર્યા બીજા લગ્ન

ચોંકાવનારી વાત એ છે કે તેણે કે તેના પતિએ છૂટાછેડા લીધા નથી પરંતુ પતિએ છૂટાછેડા લીધા વિના બીજા કોઈ સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'પહેલાં ખૂબ ખરાબ લાગતું હતું પણ હવે કોઈ ફરક પડતો નથી.' રૂખસાર રહેમાને કહ્યું કે તેણીને વારંવાર પોતાને સાબિત કરવું પડ્યું. ક્યારેક તેણીને એકલતા સામે લડવું પડ્યું, ક્યારેક સમાજની વિચારસરણી સામે પરંતુ તેણીએ હાર ન માની અને પોતાની પ્રતિભાના બળે ટીવી અને ફિલ્મોમાં પોતાનું નામ બનાવ્યું.આજે રૂખસાર રહેમાન એક સિંગલ મધર છે અને પોતાની શરતો પર જીવન જીવી રહી છે. તેમની કહાની એ બધી મહિલાઓ માટે પ્રેરણારૂપ છે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ બહાદુરીથી લડવાનું જાણે છે.


  • Follow us on: