સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘરે કિલાકારી ગૂંજી છે. હવે તે એક દિકરીના પેરેન્ટ બની ગયા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ફેન્સને જાણકારી આપી હતી.


સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હવે પાપા ક્લબમાં સામેલ થઈ ગયો છે. સિદ્ધાર્થની પોસ્ટ પછી ફેન્સે એક વસ્તુ નોટીસ કરી છે કે સ્ટૂડન્ટ ઓફ ધ ઈયરના ત્રણે સ્ટૂડેન્ટને ઘરે દિકરીનો જન્મ થયો છે. આ કોમેન્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.

બોલીવુડમાં આ ફિલ્મથી કર્યું ડેબ્યુ

સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ અને વરુણ ધવને પોતાનું બોલીવુડ કરિયર સાથે શરૂ કર્યું હતું. ત્રણે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઈયરથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારપછી ત્રણેયે ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. હવે ત્રણે પેરેન્ટ્સ બની ગયા છે, ખાસ વાત તો એ છે કે ત્રણેયના ઘરે લક્ષ્મી આવી છે.


ફેન્સે કર્યું નોટીસ

સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શરે કરી છે. જેમાં તેણે લખ્યું છે કે- અમારું દિલ ભરાઈ ગયું છે હવે અમારી દુનિયા હંમેશા માટે બદલાઈ ગયી છે. ભગવાને અમને દિકરી આપી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ પોસ્ટ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા હતા. ફેન્સ કોમેન્ટ કરી શુભેચ્છા આપી રહ્યા હતા. એક યુઝરે એવું લખ્યું હતું કે- સરસ ત્રણેય સ્ટૂડેન્ટ્સના ઘરે દિકરી આવી છે આવું લખતાની સાથે તેને અભિનંદન પણ પાઠવ્યા હતા. જો કે આ વાતે દરેકનું ધ્યાન ખેંચ્યું છે કે આલિયા, વરુણ અને સિદ્ધાર્થ ત્રણેયના ઘરે દિકરીનો જન્મ થયો છે.

સિદ્ધાર્થ અને કિયારાને તેમના ફેન્સ અને પ્રિયજનોએ આપી શુભેચ્છા

સિદ્ધાર્થ અને કિયારાએ તેમના ફેન્સ સાથે આ ખુશખબર શેર કરતાની સાથે જ લોકોએ તેમની પોસ્ટ પર તેમને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું. હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવરે કોમેન્ટ કરી, સરસ... મમ્મી અને પપ્પાને અભિનંદન. અભિનંદન. આથિયા શેટ્ટીએ પણ હાર્ટ ઇમોજી બનાવ્યું. નેહા ધૂપિયાએ કોમેન્ટ બોક્સમાં લખ્યું, આ દુનિયામાં આપનું સ્વાગત છે, ફાધર અને મધરહુડમાં આપનું સ્વાગત છે સિદ અને કિયારા. ટીવી અભિનેત્રી અદા ખાને પણ આ કપલને અભિનંદન આપ્યા.

  • Follow us on: