Bollywood: 'લગ્ન કરવા ખૂબ જ મુશ્કેલ...', હિના ખાન ધ્રુસકે-ધ્રુસકે રડી પડી? જાણો કારણ


હિના ખાન લગ્નને યાદ કરતા થઈ ભાવુક

'પતિ પત્ની ઔર પંગા'માં 7 સેલિબ્રિટી કપલ્સ તેમના સંબંધોની જગજાહેર ચર્ચા કરી રહ્યા છે. આ શોમાં પતિ-પત્ની એકબીજાને કેટલું સમજે છે અને કેવી રીતે મળીને કામ કરે છે તેવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે હાલમાં શોમાં કપલ્સના લગ્નની વિધિઓ અને તમામ વસ્તુઓ અંગે ચર્ચાઓ થઈ હતી. ત્યારે હિના ખાન પોતાના લગ્નની વાતો શેર કરતા ભાવુક જોવા મળી હતી.

માત્ર 15 મિનિટમાં જ અમારા લગ્ન પૂર્ણ

કેન્સરથી ઝઝુમી રહેલી અભિનેત્રી 'પતિ પત્ની ઔર પંગા'માં પોતાના જીવન સાથે અને લગ્ન સાથે જોડેયેલા રહસ્યો શેર કર્યા હતા. હિના ખાને 4 જૂનના રોજ તેના કથિત બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કર્યા હતા. હવે તેઓ શોમાં એકબીજાના રહસ્યો ખોલતા જોવા મળે છે. હાલમાં જ્યારે સોનાલી બેન્દ્રેએ હિનાને પૂછ્યું કે તમને તમારા લગ્નની કઈ વિધિ સૌથી વધુ ગમતી હતી. આ સવાલ પર હિના જવાબ આપે છે કે, અમારા લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા અને તે પરિવાર સાથે પોતાના જ ઘરે યોજાયા હતા. અમે અમારા લગ્ન કોઈપણ વિધિ વગર માત્ર 15 મિનિટમાં લગ્ન કરી લીધા હતા.

હિના ખાન લગ્નને યાદ કરીને રડી પડી

હિનાએ વધુમાં જણાવતી વખતે કહ્યું કે, ઘરે લગ્ન કરવા માટે અમારે પહેલા કોર્ટમાં નોટિસ આપવી પડી હતી પરંતુ 3-4 મહિના બાદ અમને પરવાનગી મળી ગઈ હતી. ત્યાર બાદ લગ્નને યાદ કરતા હિના ભાવુક થઈ ગઈ હતી અને કહ્યું કે લગ્નમાં અમે એકબીજા સાથે જે પ્રતિજ્ઞાઓ લીધી હતી તે મારા હૃદયની ખૂબ નજીક છે. હિના પોતાના લગ્નને યાદ કરીને પોતાના આંસુઓ પર કાબુ રાખી શકી નહીં અને તે રડવા લાગી હતી. અભિનેત્રી ભાવુક થઈ ગઈ અને કહ્યું હતું કે, મેં લગ્નમાં માઈક હાથમાં લીધું અને રોકીનો આભાર માન્યો કારણ કે તે દરેક મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભો રહ્યો.

લગ્ન કરવા ખૂબ જ મુશ્કેલ.....

સાથે જ હિના ખાને કહ્યું કે, એવી છોકરી સાથે લગ્ન કરવા ખૂબ જ મુશ્કેલ છે જે તેના જીવનમાં ઘણું બધું પસાર કરી રહી હોય. ખૂબ જ ઓછા લોકો છે જે પ્રેમને તેના ખરા અર્થમાં પૂર્ણ કરી શકે છે. રોકીએ મને ક્યારેય એકલો છોડ્યો નહીં. તેણે મારી બધી ખામીઓ સ્વીકારી અને મારી સાથે લગ્ન કર્યા તેથી લગ્નમાં મેં જે પણ પ્રતિજ્ઞા લીધી તે હૃદયથી હતી. અભિનેત્રીની આ વાત સાંભળીને પ્રેક્ષકો તેમજ કપલ્સ ભાવુક થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર પણ લોકો હિના અનો રોકીના પ્રેમમા વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

Hina Khan, Hina Khan Love, Pati Patni Aur Panga, Hina Khan Emotional, Rocky Jaiswal, Hina Rocky Marriage, Hina Khan And Rocky Jaiswal, Entertainment, હિના ખાન, રોકી જયસ્વાલ, ગુજરાતી સમાચાર,


  • Follow us on: