કપિલ શર્માનો શો નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહ્યો છે અને શોના છેલ્લા એપિસોડમાં રક્ષાબંધન ઉજવવામાં આવી હતી. જેમાં બોલીવુડ ભાઈ-બહેનો જોવા મળ્યા હતા. શોમાં હુમા કુરેશી-સાકિબ સલીમ અને શિલ્પા-શમિતા શેટ્ટી સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન આ સેલિબ્રિટી ભાઈ-બહેનોએ એકબીજાના રહસ્યો ખોલ્યા હતા. હુમાએ સાકિબ વિશે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો કે, ક્યારેક તે તેના ભાઈને તેનો બોયફ્રેન્ડ બનાવે છે.


હુમા ડેટિંગ એપની માલિક

હકીકતમાં હુમા કુરેશી તેના વાસ્તવિક જીવનમાં એક ડેટિંગ એપની માલિક છે. આ સવાલ પૂછતા કપિલ શર્માએ સાકિબને પૂછ્યું હતું કે, તમે ક્યારેય તમારી બહેનની ડેટિંગ એપનો લાભ કેમ નથી લીધો. તમે હજી પણ સિંગલ કેમ છો. તેના પર હુમાએ કહ્યું કે હું તેનું ઘર નથી વસવા દેતી. ત્યાર બાદ હુમાએ એક ઘટના કહીને જણાવ્યું કે, અમે એકવાર પરિવાર સાથે તુર્કી ગયા હતા. મમ્મી-પપ્પા સૂઈ ગયા પછી સાકિબ અને હું પાર્ટી કરવા ગયા હતા.

હુમાની ભાઈ સાથે વિચિત્ર ઘટના

હુમાએ આગળ જણાવ્યું કે અમે જે પાર્ટીમાં ગયા હતા ત્યાં સાકિબ એક છોકરીને જોઈ રહ્યો હતો. ત્યાર બાદ મેં વિચાર્યું કે જો તે છોકરી સાથે જાય તો હું આ પાર્ટીમાં એકલી શું કરીશ. તેથી મેં સાકિબને બેબી કહ્યું અને એવી પ્રતિક્રિયા આપી કે જાણે અમે બંને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ છીએ. ત્યાર બાદ કોઈ છોકરીએ સાકિબમાં રસ દાખવ્યો નહીં. હુમાએ કહ્યું કે હું ઘણીવાર આવું કરું છું. આ કહાની સાંભળીને શોના હોસ્ટ કપિલ શર્માથી લઈને દર્શકો સુધી બધા હસી પડ્યા.

તમને જણાવી દઈએ કે હુમા અને સાકિબ બોલીવુડના ભાઈ-બહેન છે જે એકબીજાને વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે ટેકો આપે છે. હુમાએ કપિલના શોમાં કહ્યું હતું કે સાકિબ મારો ભાઈ હોવા સિવાય મારો સૌથી સારો મિત્ર છે. હું તેની સાથે બધું શેર કરું છું અને તે ક્યારેય મને જજ કરતો નથી. હુમાએ એમ પણ કહ્યું કે મને તેની સાથે રહેવું ગમે છે તેથી જ અમે લાંબા સમયથી મુંબઈમાં સાથે રહીએ છીએ.


  • Follow us on: