71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર જીતનારી ફિલ્મ 'કથલ'ની અભિનેત્રી મેઘા શુક્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે ફેન્સને તેના અત્યંત બોલ્ડ ફોટોશૂટની ઝલક બતાવતી રહે છે. મેઘા શુક્લા હંમેશા તેના ફોટા અને વીડિયોથી દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહે છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ કારણે તેના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હવે મેઘા શુક્લાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. હકીકતમાં અભિનેત્રીએ બાથરૂમમાં સ્નાન કરતી વખતે પોતાની એક ઝલક બતાવી છે. ત્યાર બાદ અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી છે.
મેઘા શુક્લાનો આ લુક ફેન્સને ન આવ્યો પસંદ
મેઘા શુક્લાએ શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આમાં તમે જોઈ શકો છો કે તે બાથરૂમમાં બેકલેસ ડ્રેસ પહેરીને સ્નાન કરી રહી છે. મેઘા શુક્લાની પીઠ કેમેરા તરફ છે. તે શાવર નીચે સ્નાન કરી રહી છે અને તેના કિલર સ્ટાઇલથી તેના તમામ ફેન્સને ઘાયલ કરી રહી છે. મેઘા શુક્લાનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. તેના ઘણા ફેન્સ વખાણ કરી રહ્યા તો કેટલાય લોકો તેને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, 'તેને કોઈ શરમ નથી.' એક યુઝરે લખ્યું છે કે, 'તે આ કપડાં કેમ પહેરી રહી છે?'
'કથલ' ફિલ્મમાં મેઘા શુક્લાએ સાન્યા મલ્હોત્રા, વિજય રાજ, રાજપાલ યાદવ, બ્રિજેન્દ્ર કાલા, રઘુવીર યાદવ જેવા કલાકારો સાથે કામ કર્યું હતું. મેઘા શુક્લાની ફિલ્મ 'કથલ'ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ફિલ્મો સિવાય મેઘા શુક્લાએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે મેઘા શુક્લા તેના અભિનય કરતાં તેના ગ્લેમરસ સ્ટાઇલ માટે વધુ જાણીતી છે.