કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલીવુડના સુંદર અને ફેમસ કપલમાંથી એક છે. બંનેએ વર્ષ 2021 માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ફેન્સ સતત સવાલ કરી રહ્યા છે કે, આ કપલ ક્યારે 'ગુડ ન્યૂઝ' આપશે. ઘણી કેટરિના પ્રેગનેટ હોવાની અફવાઓ સામે આવી પરંતુ આ કપલે પૂર્ણવિરામ મૂકી દીધો હતો. સાથે જ કહ્યું હતું કે, યોગ્ય સમય આવશે ત્યારે તેઓ પોતે જ દુનિયાને જણાવશે. વિકી અને કેટરિના બંને ખૂબ જ સાદું જીવન જીવવામાં માને છે. આ દિવસોમાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટરિના કૈફ ગર્ભવતી છે.
શું પ્રેગનેટ છે કેટરિના કૈફ?













