બોલીવુડનો ભાઈજાન સલમાન ખાન પોતાની ફિલ્મો માટે જ નહીં પરંતુ પોતાના પ્રેમ જીવન માટે પણ ઘણો ચર્ચામાં રહ્યો છે. સલમાન ખાનની બોલીવુડની ઘણી સુંદરીઓ સાથે અફેર રહેલું છે એ વાત તમામ લોકો જાણે છે જેમાં સંગીતા બિજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાય, કેટરિના કૈફનો સમાવેશ થાય છે. ત્યારે ફરી એકવાર સલમાન ખાન અંગે ખુલાસાઓ કર્યા છે.
સલમાન ખાનના 8 વન-નાઇટ સ્ટેન્ડથી કંટાળી: સોમી
સોમી અલીએ ફરી ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે, જેનાથી તેણીએ સલમાન ખાનના અંગત જીવન તેની સાથેના સંબંધોના અનુભવ અને કેટલાક સનસનાટીભર્યા દાવાઓ બધાની સામે મૂક્યા છે. હું સલમાન ખાનના 8 વન-નાઇટ સ્ટેન્ડથી કંટાળી ગઈ હતી. દરરોજ મને કોઈને કોઈ નવા સંબંધના સમાચાર મળતા. સલમાન ખાન મારા માટે અપશબ્દોનો ઉપયોગ કરતો હતો અને તેના વર્તનથી મારું અપમાન પણ કરતો હતો.
સોમીએ સલમાન ખાન પર લગાવ્યા આરોપો
સોમી અલી કહ્યું કે, સલમાન ખાન જે ઇચ્છતો હતો તે સરળતાથી મેળવી લેતો હતો. ઘણી છોકરીઓ પોતે સલમાન ખાનને આકર્ષવા જતી હતી જ્યારે તે કેટલીક છોકરીઓને પોતાની આંખોથી ઓફર કરતો હતો. સોમી અલીએ સ્પષ્ટપણે કહ્યું કે તેનું શોષણ થયું હતું. સોમી અલીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. સોમી અલીએ જણાવ્યું કે તેને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી પરંતુ સલમાન ખાને તેને ઇન્ડસ્ટ્રીથી દૂર રાખી કારણ કે તેનું સત્ય સામે આવી શકે છે. ફક્ત સલમાન ખાનને મેળવવા માટે જ બોલીવુડમાં આવી હતી પરંતુ જીવનના સત્યે તેને નિરાશ કરી દીધી.
સલમાન ખાનનું સોમી અલી સાથે અફેર
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે ડેટ કરતા પહેલા સલમાન ખાન અભિનેત્રી સોમી અલી સાથે ગંભીર સંબંધમાં હતો. એવું કહેવાય છે કે તે બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને લગ્ન કરવાના હતા. સલમાન ખાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સુપરસ્ટાર સાથેના બ્રેકઅપ બાદ ઘણા ખુલાસો કર્યા હતા. સોમી અલીએ સલમાન ખાન પર તેની સાથે ખરાબ વર્તન કરવાનો તેમજ માર મારવાનો આરોપ લગાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, સલમાન ખાન અને સોમી અલી 1991થી 1999 સુધી રિલેશનશિપમાં હતા. તેમનું અફેર 8 વર્ષ સુધી ચાલ્યુ. સોમી અલીએ સલમાન ખાનને પ્રપોઝ કરનારી પહેલી વ્યક્તિ હતી. 1999માં બ્રેકઅપ બાદ સોમી અલી અમેરિકા પાછી ગઈ અને અભ્યાસ પૂર્ણ કર્યો. સોમી અલી એક પાકિસ્તાની-અમેરિકન અભિનેત્રી, લેખિકા, ફિલ્મ નિર્માતા, મોડેલ અને કાર્યકર્તા છે.