બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હોય તેમાં ખુશી મુખર્જીનું નામ સામેલ છે. ખુશી મુખર્જી ટીવી અને બોલીવુડનો એક જાણીતો ચહેરો છે. અભિનેત્રી માત્ર કામ માટે જ નહીં પરંતુ પોતાના લુક માટે પણ ચર્ચાઓ વિષય બની રહે છે. ત્યારે હવે અભિનેતાએ પોતાના અંગત જીવન અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, તે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની છે.


ખુશી મુખર્જી કાસ્ટિંગ કાઉચનો બની ભોગ

ખુશી મુખર્જીને સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ડ્રેસ માટે ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે. ખુશી મુખર્જીએ હવે પોતાના અંગત જીવનને લઈ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુંમાં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી. ખુશીએ કહ્યું હતું કે, 'તે પણ તેનો ભોગ બની છે, 'આ ઘટના તેની સાથે હૈદરાબાદમાં બની હતી. એક ડાયરેક્ટરે તેને એક નિર્માતાને વેચવાનો પ્રયાસ કર્યો હતો.'

ડાયરેક્ટરે મને વેચી દીધી: ખુશી મુખર્જી

ખુશીએ કહ્યું હતું કે, તે ડિરેક્ટરે મારા માટે મીટિંગ ગોઠવી હતી. આ માટે તેણે મને કહ્યા વિના એક લાખ રૂપિયા લીધા હતા. જ્યારે હું મીટિંગ માટે ગઈ ત્યારે નિર્માતાએ મને કહ્યું હતું કે તમે મારી સાથે બેડ શેર કરવાના છો. તેના પર મે કહ્યુ મને આ વાતની કોઈ ખબર નથી. ત્યાર બાદ નિર્માતાએ મારી સાથે કંઈ કર્યું નહીં અને મને પાછા જવાનું કહ્યું. તેમણે મુંબઈની ટિકિટ પણ બુક કરાવી દીધી હતી. આ ઘટના મારી સાથે ખૂબ જ ખોટી બની હતી.

ખુશી ડ્રેસને કારણે ટ્રોલ થઈ

તમને જણાવી દઈએ કે ખુશી મુખર્જી થોડા દિવસો પહેલા સાઈડ કટ ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે પેપ્સે તેને કેદ કરવાનું શરૂ કર્યું ત્યારે તેનો ડ્રેસ હવામાં ઉડવા લાગ્યો અને તેના બોડીના પાર્ટ દેખાવા લાગ્યા હતા. આ ડ્રેસને કારણે અભિનેત્રીને લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. તે જ સમયે, ટીવી અભિનેત્રી ફલક નાઝે આ વીડિયો પર અભિનેત્રીને જોરદાર ઠપકો આપ્યો હતો.



  • Follow us on: