બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રીએ એક સમયે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. પાયલ ઘોષે કોરોના દરમિયાન અનુરાગ કશ્યપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ફરી એકવાર પાયલ ઘોષે અનુરાગ કશ્યપ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
પાયલ ઘોષે અનુરાગ કશ્યપ અંગે કર્યો ખુલાસો
પાયલ ઘોષે ફરી એકવાર અનુરાગ કશ્યપ અંગે પોતાનું મૌન તોડ્યું છે. પાયલ ઘોષે જણાવ્યું છે કે તે આજે પણ આ ઘટનામાંથી કેવી રીતે બહાર આવી શકી નથી. અભિનેત્રીએ કહ્યું કે, 'મારી સાથે ઘણું બધું બન્યું છે, મેં ઘણી ફિલ્મો છોડી દીધી છે કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી તમારે મારી સાથે રહેવું પડશે. હું તે સમયે નવી હતી હું ઘણીવાર ડિરેક્ટરોને મળતી હતી.
અડધીરાત્રે 3 વાગ્યે બોલાવી....
પાયલ ઘોષે કહ્યું કે, તે સમય દરમિયાન હું અનુરાગ કશ્યપને મળવા પણ ગઈ હતી. મને આની અપેક્ષા નહોતી. તે ઘટના મારા માટે ડરામણી છે. મેં એક ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું. અનુરાગ કશ્યપે મને રાત્રે 3 વાગ્યે ફોન કર્યો અને તેમને મળવા કહ્યું. મને લાગ્યું કે કદાચ કોઈ કામ હશે. હું ડ્રાઇવર સાથે ગઈ, હુ ખુશ હતી કે, મને કામ મળી શકે છે પરંતુ ત્યાં મેં કંઈક બીજું જોયું. આજે પણ જ્યારે મને તે ઘટના યાદ આવે છે ત્યારે મને રડવાનું મન થાય છે. હું હવે તેના વિશે વાત કરવા માંગતી નથી.'
પાયલ ઘોષનું છલકાયું દર્દ
પાયલ ઘોષે ખુલાસો કર્યો કે, 'પછીથી મને કેટલાક એવા પ્રોજેક્ટ મળ્યા જ્યાં કોઈએ મને કંઈ કહ્યું નહીં. આજે પણ હું તે બધી વાતો ભૂલી શકી નથી. મને ડર હતો કે જો હું બોલીશ તો મને કામ નહીં મળે. મને આ જ કહેવામાં આવ્યું હતું. એક સમય એવો આવ્યો જ્યારે હું હતાશ અને બેચેન થવા લાગી. પછી કંઈક એવું બન્યું જ્યારે હું હિંમત હારી ગઈ અને ખુલ્લેઆમ વાત કરી શકતી નહોતી. હું મારા પરિવાર સાથે ઝઘડા પછી ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. કારણ કે મારો પરિવાર ખૂબ જ રૂઢિચુસ્ત હતો.' મેં સાઉથમાં પણ કામ કર્યું છે આજ સુધી કોઈએ મારો સંપર્ક ગંદો કર્યો નથી. ત્યાર બાદ બોલીવુડમાં આવી અને આવતાની સાથે જ મેં કંઈક બીજું જોયું. આજે પણ હું ડિપ્રેશન વિરોધી દવા લઉં છું. મેં કોઈનું શું નુકસાન કર્યું?'













