શ્વેતા તિવારી સૌથી લોકપ્રિય ટીવી અભિનેત્રી છે. તેણીનું વ્યાવસાયિક જીવન ખૂબ સફળ રહ્યું પરંતુ અંગત જીવનમાં ઘણું દુ:ખ પડ્યું. અભિનેત્રીએ બેવાર લગ્ન કર્યા પરંતુ ટક્યા નહી. હાલમાં અભિનેત્રીના પહેલા પતિ રાજા ચૌધરીએ કસૌટી જિંદગી કી દરમિયાન  સેઝેન ખાન સાથે લગ્નેત્તર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે એક અભિનેત્રીએ શ્વેતા અને સેઝેન ખાનના સંબંધમાં હોવાના રાજા ચૌધરીના આરોપોનો જવાબ આપ્યો છે.


શું શ્વેતા તિવારી અને સેઝાન ખાનનું હતું અફેર?

એક ઇન્ટરવ્યુ દરમિયાન 'કસૌટી જિંદગી કી' ફેમ અભિનેત્રી શિવાની ગોસાઈએ શ્વેતા તિવારી અને સેઝાન ખાન વચ્ચેના સંબંધો વિશે વાત કરી છે. શિવાનીને પૂછવામાં આવ્યું કે વર્ષો બાદ રાજા ચૌધરીએ હવે શ્વેતા તિવારી અને સેઝાન ખાન પર 'કસૌટી જિંદગી કી' દરમિયાન સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. તો શું એ સાચું છે કે, બંને વચ્ચે કંઈક હતું? 

શ્વેતા તિવારી એક સમયે પરેશાન....

આ અંગે શિવાની ગોસાઈએ કહ્યું હતું કે, મારા માટે કોઈના અંગત જીવન પર ટિપ્પણી કરવાનો કોઈ અર્થ નથી. પણ હું જાણું છું કે મેં શ્વેતાને ખૂબ જ પરેશાન જોઈ છે. મેં તેને રડતી જોઈ છે. તે ખૂબ જ પરેશાન રહી છે. તે સમયે, તે દિવસ-રાત કામ કરતી હતી. તે 36 કલાક કામ કરતી હતી. તેને શૂટિંગ માટે દૂરથી આવવું પડતું હતું. તેનું બાળક નાનું હતું. અમે પતિ-પત્નીની સમસ્યા પણ સમજી શકતા હતા. જ્યારે તે ઘર શોધી રહી હતી ત્યારે તેની માતા તેના બાળકની સંભાળ રાખતી હતી.

હું કહી ન શકું કે કંઈક હતું....

શિવાનીએ કહ્યું કે, કસૌટી કરતી વખતે તેણીએ ધીમે ધીમે ભાડા પર ઘર લીધું અને પછી પોતાનું ઘર બનાવ્યું. તે યુવન હતી અને ઘણો સંઘર્ષ કર્યો. જો તમારું અંગત જીવન અસ્તવ્યસ્ત હોય, તમે સખત મહેનત કરી રહ્યા હોવ અને જેની સાથે તમે રહો છો તે વ્યક્તિ તરફથી તમને પ્રેમ અને આદર ન મળી રહ્યો હોય. તો તમને બીજો કોઈ આરામ મળે તો તે બદલવું ખૂબ જ સરળ છે.' તેથી હવે તેના પર આંગળી ચીંધવી અને તેને નિશાન બનાવવું ખૂબ જ સરળ છે. સાચું કહું તો મને હજુ પણ ખબર નથી કે તેમની વચ્ચે કંઈક હતું કે નહીં.


  • Follow us on: