કરણ જોહરનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. જે તે ખૂબ જ પાતળા અને સુકાઈ ગયેલા ચહેરા સાથે જોવા મળી રહ્યા છે. કરણનો આવો ચહેરો જોઈને ફેન્સ સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત થઈ ગયા હતા. કેટલાક લોકોએ કરણ જોહરની તસવીર જોઈને લોકો સતત ટ્રોલ કરી રહ્યા હતા. ત્યારે હવે કરણ જોહરે ટ્રોલ કરનારાઓને આકરો જવાબ આપીને ચૂપ કરાવી દીધા છે.
મહેનતથી વજન ધટાડ્યું: કરણ જોહર
કરણ જોહરે 'ધડક 2' ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. કરણે એવા લોકોને જવાબ આપ્યો જેઓ તેને વજન ઘટાડવા માટે બીમાર કહેતા હતા. કરણે પોતાના વજન ઘટાડવા પાછળનું કારણ તેની જીવનશૈલીમાં આવેલા પરિવર્તન અને તેણે પોતાના પર કરેલી મહેનતને ગણાવી હતી.
વર્ષો જીવવા માંગુ છું: કરણ જોહર
કરણ જોહરે પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, 'મારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે. હું ખૂબ ખુશ છું કે મને ક્યારેય નબળાઈનો અનુભવ થયો નથી. મારા વજન ઘટાડવાનું એકમાત્ર કારણ એ છે કે મેં ઘણી બધી વસ્તુઓ અપનાવી છે. મેં મારી જીવનશૈલીમાં ઘણા ફેરફારો કર્યા છે. તેથી હું જીવતો છું અને જીવતો રહીશ. હું નેટીઝન્સને કહેવા માંગુ છું કે હું ઘણા વર્ષો જીવવા માંગુ છું, ખાસ કરીને મારા બાળકો માટે.'
હું 53 વર્ષનો અને સિંગલ : કરણ
કરણે એમ પણ કહ્યું કે તે તેના દર્શકો માટે વધુ કહાનીઓ અને ફિલ્મો લાવવા માંગે છે જે ઘણા વર્ષો સુધી જીવવાની તેની આકાંક્ષા સાથે સુસંગત હોય. મારી પાસે દુનિયાને બતાવવા માટે વધુ પ્રતિભાઓ છે. કરણે કહ્યું કે, હું 53 વર્ષનો અને સિંગલ છું તે કહેવા બદલ આભાર. મને આશા છે કે અન્ય લોકો પણ આ પ્રશંસા પર ધ્યાન આપશે.