બોલીવુડના ભાઈજાન સલમાન ખાનની નવી ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું પોસ્ટર આવ્યું ત્યારથી ફેન્સ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મ બેટલ ઓફ ગલવાનની હિરોઈનની પણ જાહેરાત કરવામાં આવી છે. સલમાન ખાને પોતે એક પોસ્ટ દ્વારા પોતાની નવી અભિનેત્રીની જાહેરાત કરી છે. 49 વર્ષીય પ્રખ્યાત અભિનેત્રી ચિત્રાંગદા સિંહને બેટલ ઓફ ગલવાનમાં સાઈન કરવામાં આવી છે.
સલમાન ખાને ફિલ્મમાં ચિત્રાંગદાનું સ્વાગત કર્યું
સલમાન ખાને ટીમ વતી ફિલ્મમાં ચિત્રાંગદા સિંહનું સ્વાગત કર્યું છે. દિગ્દર્શક અપૂર્વ લાખિયાએ પણ પુષ્ટિ આપી હતી કે ચિત્રાંગદા અને સલમાન ખાન 'બેટલ ઓફ ગલવાન'માં પહેલીવાર સાથે જોવા મળશે. સલમાન અને ચિત્રાંગદા સિંહની આ પહેલી ફિલ્મ છે જેમાં બંને સ્ટાર્સ સાથે જોવા મળશે. સલમાન ખાન ફિલ્મ્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડિયા ગેટ પરથી ચિત્રાંગદા સિંહનો એક સુંદર ફોટો શેર કર્યો છે. તેણે એમ પણ લખ્યું છે કે, 'સાદગી અને નમ્રતાના પ્રતિક ચિત્રાંગદા સિંહનું 'બેટલ ઓફ ગલવાન'ની ટીમમાં સ્વાગત છે.
ચિત્રાંગદા ફિલ્મનો ભાગ બનાવવા બદલ આભાર માન્યો
ચિત્રાંગદા અને સલમાન ખાનને સાથે જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે. ચિત્રાંગદા સિંહ પોતે પણ આ ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેણીએ સલમાનના પ્રોડક્શન હાઉસ વિશે પોસ્ટ કરી હતી. અભિનેત્રીએ લખ્યું હતું કે, 'મને આનો ભાગ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર. આ ખરેખર ખાસ છે.' ફેન્સ પણ આ પોસ્ટર પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક લખ્યું કે, 'તમે બંને ધમાલ મચાવશો'. બીજાએ કહ્યું કે, નવી ભાભી જી'. ત્રીજાએ લખ્યું કે, વેલકમ ભાભી જી.