મલેશિયામાં ભારતીય મૂળની એક મોડેલ અને અભિનેત્રી લિશાલિની કનારને એક ભારતીય પુજારી પર ગંભીર આરોપ લગાવ્યા છે. લિશાલિની કનારનનું સોશિયલ મીડિયા પર દર્દ છલકાયું છે અને એક લાંબી પોસ્ટ શેર કરી છે. ગયા મહિને લિશાલિની એકલી એકલી મંદિરમાં ગઈ ત્યારે પૂજારીએ તેની સાથે ગંદી હરકતો કરી હોવાનો પર્દાફાશ થયો છે. 


મોડેલનું સોશિયલ મીડિયા પર દર્દ છલકાયું

લિશાલિનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સમગ્ર ઘટના શેર કરી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેણે તે પંડિત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લિશાલિનીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે આ ઘટના 21 જૂને બની હતી જ્યારે તે એકલી મંદિર ગઈ હતી. હું આખી જિંદગી ધાર્મિક વ્યક્તિ રહી નથી. મને ખબર નહોતી કે પ્રાર્થના કેવી રીતે કરવી અને પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ. છેલ્લા કેટલાક અઠવાડિયાથી હું મંદિરમાં જઈ રહી છું અને થોડું શીખી રહી છું. 21 જૂને મારી માતા ભારતમાં હતી તેથી હું એકલી મંદિરમાં ગઈ.

લિશાલિનીએ કહ્યું કે, હું આ મંદિરમાં હંમેશા જતી હતી, પૂજારી ધાર્મિક વિધિઓ વિશે કહેતા હતા કારણ કે હું આ બધામાં નવી હતી. મને વધારે ખબર નહોતી તેથી મે તેમની મદદની પ્રશંસા કરી. હું પ્રાર્થના કરતી હતી અને તેઓ મારી પાસે આવ્યા, તેમણે કહ્યું કે, તેમની પાસે મારા માટે બાંધવા માટે એક દોરો અને પવિત્ર જળ છે.' તેથી પૂજા કર્યા બાદ હું તેમની પાસે ગઈ તે દિવસે શનિવાર હતો અને ઘણી ભીડ હતી. તેઓ એકમાત્ર પંડિત હતા. તેમણે મને રાહ જોવા કહ્યું. લગભગ દોઢ કલાક રાહ જોયા બાદ આવ્યા અને તેમણે તેમની પાછળ આવવા કહ્યું. તેમણે પવિત્ર જળ અને દોરો લીધો અને ચાલવા લગ્યા હું પણ તેમની પાછળ હતી. મને તેમની આ હરકત યોગ્ય નહોતી લાગતી. 

મંદિરના પંડિતે કર્યું ખરાબ વર્તન 

તેમણે મને બેસવાનું કહ્યું અને તેઓ પોતે ઉભા રહ્યા. તેમણે પવિત્ર જળમાં ગુલાબ અથવા ફૂલનો સાર જેવું તીવ્ર ગંધવાળું પ્રવાહી રેડ્યું. પુજારીએ કહ્યું કે, આ ભારતથી આવ્યું છે અને આ ખાસ લોકોને આ આપવામાં આવે છે. તેઓએ મારા ચહેરા પર એટલું બધું છાંટ્યું કે હું આંખો ન ખોલી શકી. તેમણે મારો પંજાબી સૂટ ઉંચો કરવાનું કહ્યું મે ના કર્યું તો કે તારા ભલા માટે છે, મે ના પાડી અને કહ્યું કે, મારું બ્લાઉઝ ટાઈટ છે તો ગુસ્સે ભરાયા હતા. 

મને ગંદી રીતે સ્પર્શ કર્યો: લિશાલિની

લિશાલિનીએ લખ્યું કે,  'તેઓ મારી પાછળ ઉભા હતા અને મારા પર પાણી રેડવા લાગ્યા. કંઈક કહેતા પણ સમજી ન શકી. ત્યાર બાદ અચાનક મારું માથું પકડ્યું અને ગંદી રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું. પુજારે મારા બ્લાઉઝમાં હાથ નાખ્યો અને મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો, લિશાલિનીએ લખ્યું કે પોલીસ અધિકારીએ તેમને ચેતવણી આપી હતી કે તેઓ આ બાબત સોશિયલ મીડિયા પર શેર ન કરે. નહીંતર, લોકો તેમને દોષી ઠેરવશે. લિશાલિનીએ આરોપ લગાવ્યો છે કે મંદિર મેનેજમેન્ટ આ બાબતને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.




  • Follow us on: