ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશાના સંબંધો ગયા વર્ષે સમાપ્ત થઈ ગયા હતા. બંનેએ તેમના 4 વર્ષના લગ્નજીવનનો અંત લાવીને આગળ વધવાનો નિર્ણય લીધો હતો. કોઈને પણ ખબર નથી કે, તેમના સંબંધોમાં તિરાડ કેમ પડી? આ કપલે અચાનક જ છૂટાછેડાની જાહેરાત કરીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા.


નતાશા પોસ્ટને હાર્દિક સાથેના છૂટાછેડા સાથે જોડી...

નતાશા છૂટાછેડા બાદ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર દુ:ખ અને જીવન સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. આ વખતે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા અજાણ્યા લોકો સાથે મિત્રતા, પ્રેમ અને ધીરજ સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરી હતી જેને ફેન્સ છૂટાછેડાનું કારણ માની રહ્યા છે. સાથે જ અભિનેત્રીની પોસ્ટ જોઈને લોકો ફરી એકવાર તેને હાર્દિક સાથેના છૂટાછેડા સાથે જોડી રહ્યા છે.

નતાશાએ પ્રેમ અને લાગણી અંગે કહી આ વાત

નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે તેના પુત્ર અને કથિત બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આ વખતે તેણે એક પોસ્ટ શેર કરી. આમાં તે એક બિલાડીને પ્રેમ કરતી જોવા મળી હતી અને તેણે લખ્યું હતું કે, 'અજાણ્યાઓથી લઈને મિત્રતા સુધી, કોઈપણ બાબતમાં તમારે પ્રેમ, વિશ્વાસ અને થોડી ધીરજની જરૂર હોય છે.'


નતાશાના ફેન્સ આ વાતને હાર્દિક પંડ્યાના છૂટાછેડા સાથે જોડી રહ્યા છે. લોકો કહે છે કે નતાશા આવી પોસ્ટમાં તેના હૃદયની લાગણીઓ વ્યક્ત કરે છે અને આ વખતે પણ એવું જ થયું છે કારણ કે બધા જાણે છે કે નતાશા હાર્દિકને ખૂબ પ્રેમ કરતી હતી અને તે હજી પણ છૂટાછેડાનું દુઃખ સહન કરી રહી છે.

નતાશા અને હાર્દિકના છૂટેછેડા

નતાશા અને હાર્દિકે ગયા વર્ષે 18 જુલાઈના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા છૂટાછેડાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો પરંતુ હવે આ કપલ તેમના જીવનમાં આગળ વધી રહ્યું છે. જ્યાં એક તરફ બ્રિટિશ ગાયિકા જાસ્મીન વાલિયાને હાર્દિક પંડ્યાની અફવાવાળી ગર્લફ્રેન્ડ કહેવામાં આવી રહી છે ત્યાં નતાશા તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેના પુત્ર અગસ્ત્યને ઉછેરી રહી છે.


  • Follow us on: