કહાની ઘર ઘર કી અને કસૌટી જિંદગી કી જેવા શોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવનાર શિવાની ગોસેને હાલમાં પોતાના અંગત જીવનના રાજ ખોલ્યા છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેણીના બે લગ્ન થયા અને બંને તૂટી ગયા હતા. 


લગ્નનો અનુભવ ખરાબ: શિવાની ગોસૈન

શિવાની ગોસેને કહ્યું હતું કે, લગ્નનો અનુભવ તેના માટે ખૂબ જ ખરાબ રહ્યો છે. તેના પહેલા લગ્ન માત્ર 17 વર્ષની ઉંમરે થયા હતા ત્યાર બાદ તેને છૂટાછેડા થયા હતા.  અભિનેત્રીએ 2011માં ફરીથી રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા તેમને તે ફેસબુક દ્વારા મળી હતી. શિવાનીએ માત્ર 2 મહિનામાં રાજીવ સાથે લગ્ન કર્યા અને થોડા અઠવાડિયા પછી તેને છૂટાછેડા આપી દીધા હતા. 

શિવાની ગોસેનનું છલકાયું દર્દ

શિવાનીએ કહ્યું કે લગ્ન કરવા એ તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી. જ્યારે હું તે વ્યક્તિને મળી ત્યારે મને લાગ્યું કે મારી સાથે થયેલા પહેલા બે સંબંધો પણ સારા હતા. રાજીવ પોતાના શબ્દો અને વર્તનથી મને પ્રભાવિત કરતો હતો પરંતુ લગ્ન પછી બધું જ અલગ થઈ ગયું હતું. અભિનેત્રીએ કહ્યું કે તેના બીજા પતિએ પહેલા જે કંઈ કહ્યું હતું તે ફક્ત જૂઠું હતું. મેં તેને મારા પહેલા લગ્ન વિશે કહ્યું હતું પણ તે મારાથી બધું છુપાવતો રહ્યો, જેના કારણે હું બીમાર પડી ગઈ હતી. 

લગ્નના એક મહિના બાદ જ ઘર છોડ્યું

શિવાનીએ આગળ કહ્યું કે તેનો પતિ તેને કોઈને એકલી મળવા દેતો ન હતો તે તેના પાત્ર વિશે ગંદી વાતો કરતો હતો. અભિનેત્રીએ કહ્યું કે તે આ બધું સહન કરી શકી નહીં અને લગ્નના એક મહિના પછી ઘર છોડી દીધું હતું. સદભાગ્યે તેને ટીવી શો મળવા લાગ્યા અને તે તેમાં વ્યસ્ત થઈ ગઈ. તેણીએ એમ પણ કહ્યું કે લગ્ન પછી તેને ખબર પડી કે તેના પતિ પાસે પૈસા નથી.

અભિનેત્રી કહ્યું-મારું જાતીય શોષણ કર્યું

લેણદારો પૈસા લેવા માટે દરવાજા પર આવતા હતા. પહેલા તેણે મારા ઘરેણાં માંગ્યા. થોડા દિવસો પછી તેણે મારી કાર પણ ગીરવે મૂકી દીધી. તે મને હનીમૂન પર પણ ન લઈ ગયો અને મારું જાતીય શોષણ પણ કર્યું. અભિનેત્રીએ જણાવ્યું કે તેનો પતિ તેનો ફોન ચેક કરતો હતો તેના આવવા-જવા પર નજર રાખતો હતો. એટલું જ નહીં, તેણે ચોકીદારને પૈસા પણ આપ્યા અને બધાની સામે મને માર પણ માર્યો હતો. 

  • Follow us on: