'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છેલ્લા 17 વર્ષથી વધુ સમયથી ટીવી પર ધૂમ મચાવી રહ્યો છે. શોના નવા ટ્રેકમાં ભૂત બધાને ડરાવી રહ્યું છે તો બીજી તરફ શો TRP ચાર્ટમાં નંબર વન પર પહોંચી ગયો છે. નવા હોરર ટ્રેકમાં ગોકુલધામ સોસાયટી વેકેશન માટે બહાર ગઈ છે પરંતુ ત્યાં બધાનો સામનો ભૂત ચકોરી સાથે થાય છે. ગોકુલધામના લોકો સામે ભૂતનું સત્ય ખુલી ગયું છે. 


ભૂત સાથે થયા પોપટલાલના લગ્ન?

તારક મહેતામાં ભૂતના ઉગ્ર આવાજથી લોકોને ડરાવી રહ્યું છે. ભૂત પોપટલાલ સાથે લગ્ન કરી ચૂક્યું છે જેને હવેલીની અંદર છોડી દેવામાં આવ્યો હતો. ભૂત જોયા બાદ તમામ લોકો હવેલી છોડીને ભાગી જાય છે પરંતુ પછીથી ખબર પડી કે પોપટલાલને ત્યાં જ છોડી દેવામાં આવ્યો હતો. નવા ટ્રેકમાં પોપટલાલને ચકોરી સાથે પ્રેમ થતો બતાવવામાં આવ્યો છે પરંતુ હવે મામલો લગ્ન સુધી પહોંચી ગયો છે. ચકોરીએ પોતે આ અંગે અપડેટ આપ્યું છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પોપટલાલ ચકોરીના ચુંગાલમાં ફસાયો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નવા ટ્રેકમાં ભૂતની અને પોપટલાલની પ્રેમ કહાની બતાવવામાં આવી રહી છે. તે ચકોરીને માનવી સમજીને તેના પ્રેમમાં પડી ગયો છે. પોપટલાલે ચકોરીને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ પછી ખબર પડે છે કે તે ભૂતની છે પરંતુ હવે પોપટલાલ ચકોરીના ચુંગાલમાં ફસાઈ ગયા છે.

શોમાં ભૂતની ચકોરીનું પાત્ર ભજવતી સ્વાતિ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક કહાની ફરીથી શેર કરી છે. જેમાં તે દુલ્હનના પોશાકમાં બેઠી છે અને પોપટલાલ તેની સાથે લગ્ન કરતા જોવા મળે છે. સાથે જ સોંગ વાગી રહ્યું છે કે, જબ પ્યાર કિયા તો ડરના ક્યા? બધી તૈયારીઓ થઈ ગઈ છે, કન્યા તૈયાર છે અને વરરાજા પણ, જાન તૈયાર અને મંડપ પણ....પોપટલાલ એટલા ડરી ગયા છે કે તે ત્યાંથી જવા માટે કહી રહ્યા છે.



  • Follow us on: