બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને ટીવી હોસ્ટ કરણ જોહર પોતાના ચોંકાવનારા લુકને કારણે ચર્ચામાં આવ્યા છે. કરણ જોહરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં અભિનેતાએ વજન ઓછું કર્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે કરણ જોહરનો ચહેરો એકદમ સુકાયેલો જોવા મળી રહ્યો છે.


કરણ જોહરને આ શું થયું!

કરણ જોહરનો નવો લુક સોશિયલ મીડિયા પર સામે આવતા જ ફેન્સ ચિંતામાં મુકાયા છે કે, કરણ જોહરને આ શું થયું ! કરણ જોહર હંમેશા પોતાની સ્ટાઇલ, ફેશન અને ફિલ્મો માટે ચર્ચામાં રહે છે. પરંતુ હવે તેનો સ્લિમ લુક તેના ફેન્સ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર તેના વજનમાં થયેલા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તો ઘણા યુઝર્સે તેમના સ્વાસ્થ અંગે ચિંતા વ્યક્ત કરી છે. 

કરણ જોહરને થઈ કોઈ બિમારી?

કરણ જોહરનો નવો લુક જતા જ ફેન્સ વિવિધ સવાલો કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, તેઓ પાતળા થયા તેનો મતબલ તેઓ બિમારીથી પીડિત છે તો કેટલાક અન્ય યુઝર્સ માને છે કે કરણ જોહર ઓઝેમ્પિક દવાનો ઉપયોગ કરી રહ્યો છે જેના કારણે તેનું વજન અચાનક ઘટી ગયું છે. ઓઝેમ્પિક એક એવી દવા છે જેનો ઉપયોગ વજન ઘટાડવા માટે થાય છે. આ દવા શરીરના ખાંડના સ્તરને નિયંત્રિત કરે છે અને ભૂખ પણ ઘટાડે છે જેના કારણે વજન ઝડપથી ઘટી શકે છે અને તેની કેટલીક આડઅસરો પણ થઈ શકે છે. જેમાં શુષ્ક ત્વચા અને અચાનક વજન ઘટાડવું શામેલ છે. 




  • Follow us on: