તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. તારક મહેતા શો TRP ચાર્ટમાં પણ સતત પહેલા નંબર પર જોવા મળી રહ્યો છે ત્યારે થોડા સમય પહેલા જેઠાલાલ અને બબીતાજી ગાયબ જોવા મળ્યા હતા. બંને વિશે અફવાઓ ફેલાઈ હતી કે, તેમણે તારક મહેતા શો છોડી દીધો છે. ત્યારે હવે જેઠાલાલની વાપસી દર્શાવતી એક તસવીર સામે આવી છે જેને જોતા જ ફેન્સ ખુશીથી ઉછળી પડ્યા છે. 


શોમાં ફરી દેખાશે જેઠાલાલ?

જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી ભૂત ટ્રેકમાંથી ગાયબ હતા અને અફવાઓ ફેલાઈ હતી કે, તેમણે શો છોડી દીધો ત્યાર બાદ નિર્માતાઓએ તરત જ સ્પષ્ટતા કરી હતી કે તેઓ હજુ પણ શોનો ભાગ છે. હવે દિલીપ જોશીની ચકોરી એટલે કે ભૂત સાથેની એક તસવીર વાયરલ થઈ રહી છે. હકીકતમાં ગોકુલધામ સોસાયટીના મોટાભાગના કલાકારો ભૂતની ટ્રેકમાં જોવા મળે છે ફક્ત જેઠાલાલ અને બબીતાજી કેટલાક એપિસોડમાંથી ગાયબ હતા. 

જેઠાલાલ શોમાં ફરી જોવા ફેન્સ ઉત્સાહિત

ચકોરીનું પાત્ર ભજવતી સ્વાતિ શર્મા દિલીપ જોશી સાથે પોઝ આપી રહી છે. જેઠાલાલ સફેદ ટી-શર્ટ પહેરીને છે જ્યારે ચકોરી રેડ અને બ્લેક સાડીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.  બંનેને સાથે જોઈને ફેન્સ ખુશીથી ઉછળી પડ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, આખરે જેઠાલાલની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે બીજાએ લખ્યું કે, જેઠાલાલે આખરે શોમાં હોવાનો પુરાવો આપી દીધો છે. ત્રીજાએ લખ્યું કે, હવે તારક મહેતા જોવાની મજા પડશે કારણ કે જેઠાલાલ આવી ગયા છે. 

તારક મહેતામાં ભૂતની એન્ટ્રી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા એપિસોડમાં જબરદસ્ત વળાંક આવ્યા છે. ગોકુલધામના લોકો થોડા દિવસો માટે મહેતા સાહેબના બોસના બંગલે રજાઓ ગાળવા ગયા હતા. અહીં તેમનો સામનો ચકોરી નામના ભૂત સાથે થયો. તે તેમને ડરાવવા લાગી હતી  અને તેણે પોપટલાલ સાથે લગ્ન કર્યા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. 


  • Follow us on: