તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન, જેઠાલાલ કે બબીતાજીની કોઈ જરૂર નથી એવું TRPએ સાબિત કરી દીધું છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તારક મહેતા શો TRPમાં નંબર 1 પર જોવા મળી રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને સાબિત કરી દીધું છે કે, શોને કોઈ ફેમસ ચહેરાની જરૂર નથી માત્ર કહાનીઓની જરૂર છે જેને ફેન્સ જોવાનું સતત પસંદ કરે છે.


તારક મહેતા શો નંબર-1 પર

છેલ્લા 3 અઠવાડિયાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર ટોચના રેટિંગનો વરસાદ જોઈને ફેન્સ પણ ખુશ થયા છે અને આ તારક મહેતાના કલાકારો માટે નહીં પણ ફેન્સ માટે સારા સમાચાર કહી શકાય. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ અનુપમા જેવા શોને પછાડીને નંબર 1 મેળવ્યો છે. હાલના એપિસોડમાં જેઠાલાલ અને બબીતાજી ગાયબ હતા છતાં પણ શોની સફળતા સતત વધતી જોવા મળી રહી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હોરર કોમેડી ચાલી રહી છે. શોમાં જેઠાલાલ અને બબીતા જી પણ જોવા મળતા નથી. શોમાં જેઠાલાલ અને બબીતા જીની ભૂમિકા ભજવનારા અભિનેતા દિલીપ જોશી અને મુનમુન દત્તા રજા પર ગયા છે.

દયાબેન 8 વર્ષથી શોમાં ન જોવા મળ્યા

દિશા વાકાણી એટલે કે દયાબેન 2017થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળતી નથી. એક સમયે તમામ લોકોને લાગતું હતું કે, દયાબેન વગર શો કેવી રીતે ચાલશે પરંતુ TRPએ તમામ લોકોના મોં બંધ કરાવી દીધા છે. છેલ્લા 8 વર્ષથી આ શો ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે અને ફેન્સનું નોરંજન કરી રહ્યો છે. દયાબેનના ગયા પછી શોની સંપૂર્ણ જવાબદારી જેઠાલાલના ખભા પર આવી ગઈ છે. દિલીપ જોશીએ જેઠાલાલના રોલમાં પણ જીવ આપ્યો હતો છતાં પણ બંનેમાંથી એકપણ મહત્વના પાત્રો નહોતા છતાં સફળતા એ દર્શાવે છે શોનાં ફેન્સ મોટી સંખ્યામાં છે.


  • Follow us on: