તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સતત ત્રણ અઠવાડિયાથી ટીઆરપી ચાર્ટમાં નંબર-1 પર છે. ત્યારે હવે શોમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવાડકરે પણ શો ટીઆરપી યાદીમાં ટોચ પર હોવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. મંદારે શો છોડી દેનારાઓ પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું હતું કે, 'બધું હોવા છતાં શોએ હંમેશા તેનું સ્થાન જાળવી રાખ્યું છે.'


TRP અંગે બોલ્યા આત્મારામ તુકારામ ભીડે

તારક મહેતાના આત્મારામ તુકારામ ભીડેએ કહ્યું હતું કે, અમને ખરેખર ગર્વ છે કે 17 વર્ષ પછી પણ ફેન્સનો પ્રેમ મળી રહ્યો છે. તેઓ શરૂઆતમાં જેવો જ પ્રેમ આપે છે તેવો જ પ્રેમ વરસાવે છે. શો હજુ પણ TRPની દ્રષ્ટિએ સારો દેખાવ કરી રહ્યો છે અને તે એક મોટી સિદ્ધિ છે. જેમ જેમ આપણે 17 વર્ષ પૂર્ણ કરીને 18માં વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. હું આ આખા વર્ષ માટે ટીમને અભિનંદન આપવા માંગુ છું.

https://www.instagram.com/p/DL60pzYJHul/?utm_source=ig_web_copy_link

ભીડેએ શો છોડીને જતા લોકોને માર્યો ટોણો?

ભીડેએ શો છોડીને જનારને ટોણો મારતા કહ્યું કે, લોકો આવ્યા અને ગયા પરંતુ શો હંમેશા પોતાનો જ રહ્યો છે. આ પાછળનું સૌથી મોટું કારણ અમારા નિર્માતા અસિત કુમાર મોદી છે. તેઓ હજુ પણ દરરોજ લેખકો સાથે બેસે છે દરેક કહાની અને પાત્રો પર નજીકથી કામ કરે છે. આ શો ટીઆરપી યાદીમાં પણ ટોચ પર છે કારણ કે લોકો વર્તમાન ભૂતની ટ્રેકને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, TMKOC ચાહકોનો મોટો વર્ગ છે અને દર્શકો નવા એપિસોડની આતુરતાથી રાહ જુએ છે. મંદારે TMKOCના આગામી એપિસોડમાં એક મોટો વળાંક આપવાનું વચન પણ આપ્યું છે. અમે ક્લાઇમેક્સમાં એક મોટો વળાંક લેવાની તૈયારી કરી રહ્યા છીએ. 


  • Follow us on: