અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા 4 દાયકાથી સાથે છે. તેમની પ્રેમકથા ખૂબ જ ફિલ્મી રહી છે. તેમના લગ્ન 1987માં થયા હતા. ગોવિંદા અને સુનિતા આહુજાએ તેમના લગ્ન થોડા વર્ષો સુધી ગુપ્ત રાખ્યા હતા. તેમનો સંબંધ ઉતાર-ચઢાવ અને પ્રેમથી ભરેલો હતો. હાલમાં જ સુનિતાએ તેમના પુત્રના જન્મ સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો હતો.


સુનિતાએ દિકરાને લઈ કર્યો ખુલાસો

ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાના સમાચાર આવ્યા ત્યારથી તે સતત ચર્ચામાં છે. ગોવિંદાની પત્ની સુનિતા આહુજા પણ તેના સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. સુનિતાએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેણીએ ડોકટરોને ડિલિવરી દરમિયાન પોતાનો નહીં તેના બાળકને બચાવવા માટે કહ્યું હતું. ગોવિંદા અને સુનિતા બે બાળકોના માતા-પિતા છે. તેમને એક પુત્રી અને એક પુત્ર છે.

સુનિતાએ જીવના જોખમે આપ્યો હતો પુત્રને જન્મ

સુનિતાએ કહ્યું હતું કે, 'જ્યારે હું મારા પુત્ર યશને જન્મ આપી રહી હતી, ત્યારે મારું વજન 100 કિલો હતું. મારું વજન ઘણું વધી ગયું હતું. મને લાગ્યું કે હું મરી જઈશ. ગોવિંદા મને જોઈને રડવા લાગ્યો હતો. તે સમયે પરિક્ષણ થતું હતું તેથી અમને ખબર હતી કે અમારે પુત્ર થવાનો છે. મેં ડોક્ટરને કહ્યું કે મારા પતિને પુત્ર જોઈએ છે તેથી મારા બાળકને બચાવો. આ પ્રક્રિયામાં હું મરી જાઉં તો કોઈ વાંધો નથી. આ સાંભળીને ગોવિંદા વધુ રડવા લાગ્યો અને ચીસો પાડતો હતો. તે આપણા બધા માટે એક ફિલ્મી ક્ષણ જેવું હતું.

શું સુનિતા અને ગોવિંદાના થશે છૂટાછેડા?

તમને જણાવી દઈએ કે ગોવિંદા અને સુનિતાના દીકરાનું નામ યશવર્ધન આહુજા અને દીકરીનું નામ ટીના છે. હાલમાં ગોવિંદા અને સુનિતા તેમના લગ્નજીવનમાં તણાવને કારણે સતત ચર્ચામાં આવ્યા છે. એવા અહેવાલો છે કે, અને સુનિતા છૂટાછેડા લેવાના છે. સુનિતાએ છૂટાછેડા માટે અરજી કરી હતી. સુનિતાએ ગોવિંદા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. જોકે, હવે બંને સાથે આવી ગયા છે. તેમની ટીમે પણ પુષ્ટિ કરી છે કે ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લઈ રહ્યા નથી.



  • Follow us on: