સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેને વર્ષ 2019માં ચારુ અસોપા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2023માં આ કપલે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા અને અલગ થઈ ગયા હતા. જોકે, છૂટાછેડાના બે વર્ષ બાદ હવે એવું લાગે છે કે તેમની વચ્ચે સમાધાન થઈ ગયું છે. હકીકતમાં આ ભૂતપૂર્વ કપલે હાલમાં બિકાનેરમાં ગણેશ ચતુર્થી ઉજવણી માટે સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેઓ એક ફેમિલી ડિનર માટે પણ બહાર ગયા હતા. જેના કારણે ફેન્સને લાગે છે કે, તેઓ બંને તેમની પુત્રી જિયાના માટે ફરીથી સાથે મળી શકે છે.
રાજીવ સેને પૂર્વ પત્ની ચારુ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી
જોકે હવે આ કપલની રોમેન્ટિક તસવીરોએ આ અફવાઓને વધુ હવા આપી છે. રાજીવ સેને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પૂર્વ પત્ની ચારુ સાથે કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. ફોટામાં બંને ઓરેન્જ કલરના કપડા પહેરેલા જોવા મળે છે. રાજીવ સેન પણ ઓરેન્જ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરીને જોવા મળી રહ્યો છે. જ્યારે ચારુએ ઓરેન્જ અને રેડ કલરની કોમ્બિનેશન સાડી પહેરી છે. ફોટામાં રાજીવ તેની પૂર્વ પત્નીને પોતાની ખૂબ નજીક પકડી રાખેલો જોવા મળે છે. ચારુ ખૂબ જ પ્રેમાળ આંખોથી રાજીવ સેન તરફ જોતી જોવા મળે છે. ફોટામાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.













