લોકપ્રિય સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી દિશા વાકાણી બાપ્પાના આશીર્વાદ લેવા લાલબાગચા રાજાના પંડાલમાં પહોંચી હતી. આ સમય દરમિયાનનો તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં દિશા વાકાણી માસ્કથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી રહી છે તો બીજી તરફ રક્ષાબંધનના ખાસ અવસર પર અસિત મોદી દિશા વાકાણીના ઘરે પહોંચ્યા હતા અને રાખડી બંધાવી હતી. તેથી લોકોને હવે અવું લાગી રહ્યું છે કે, દયાબેન બપ્પાના આશિર્વાદ લીધા બાદ શોમાં પાછા ફરશે.


તારક મહેતામાં પાછા ફરશે દયાબેન?

લાલબાગ કા રાજાના દરબારમાં લાઈમલાઈટથી દૂર રહેતી તેમની પ્રિય દયાબેનને જોઈને ફેન્સ ખુશ થયા હતા. તેણીના ચહેરા પર માસ્ક હોવાથી આસપાસના લોકો તેણીને ઓળખી શક્યા નહીં પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ ફરી એક જ સવાલ કર્યો હતો કે, દયાબેન શોમાં ક્યારે પાછા ફરશે તેમના વગર આ શો જોવાની મજા આવતી નથી. જોકે દિશા વાકાણીનો લુક પહેલા કરતા ઘણો બદલાઈ ગયો છે છતાં પણ લોકો હજુ પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે તેમનો કોઈપણ વીડિયો કે ફોટોઝ સામે આવતા જ ફેન્સ ખુશીથી ઉછળવા લાગે છે.

દિશા વાકાણી મુંબઈ પાછી આવી તેથી...

આ સમયે દિશા વાકાણી એટલે તારક મહેતાના દયાબેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે, દયાબેન ગણપતિ બપ્પાના આર્શિવાદ લીધા બાદ શોમાં ફરી એન્ટ્રી કરશે. તો કેટલાક યુઝર્સે દિશાને ફરીથી દયાબેનની ભૂમિકા ભજવવા માટે પણ કહ્યું છે. હવે હાલમાં જ અભિનેત્રી મુંબઈ પાછી આવી છે ત્યારથી ફેન્સ આશા રાખી રહ્યા છે કે તે ટૂંક સમયમાં શોમાં પાછી ફરશે.

અસિત મોદીની આ હરકતથી મળ્યા સંકેતો

તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં દિશા વાકાણીએ TMKOC શો છોડી દીધો હતો અને પ્રસૂતિ રજા પર ગઈ હતી. ત્યારથી આ શો દયાબેન વિના આગળ વધી રહ્યો છે. શોમાં દિશા વાકાણીના લોકપ્રિય પાત્ર માટે અત્યાર સુધી કોઈ રિપ્લેસમેન્ટ લેવામાં આવ્યું નથી. દિશા વાકાણી પોતે પણ હજુ સુધી પાછી ફરી નથી. અસિત મોદી અને દિશા રક્ષાબંધન નિમિત્તે મળ્યા હતા તેથી લોકોની ફરી કહી રહ્યા છે કે, દયાબેન શોમાં પાછા ફરી શકે. તો બીજી તરફ દયાબેન (દિશા વાકાણી) હજુ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછી ફરશે કે નહીં એ અંગે કોઈ ઔપચારિક પુષ્ટિ થઈ નથી.


  • Follow us on: