હિન્દી સિનેમાના મશહૂર ફિલ્મમેકર બોની કપૂર આજે 71 વર્ષના થઈ ચૂક્યા છે. મિસ્ટર ઈન્ડિયા, જુદાઈ, પુકાર, નો એન્ટ્રી, મોમ અને વોન્ટેડ સહિત કેટલીય શાનદાર ફિલ્મો આપી ચૂકેલા બોની કપૂર પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહ્યા છે. પરિણિત હોવા છતાં તેઓ લેડી સુપરસ્ટાર શ્રીદેવીના પ્રેમમાં પડી ગયા હતા. શ્રીદેવીને મેળવવા માટે તેમણે પોતાની પત્ની મોના કપૂરથી પણ અંતર બનાવી લીધું હતું. આ સિવાય શ્રીદેવી માટે તેમણે કેટલીય હદો પાર કરી દીધી હતી.

ક્યારેક રાજ કપૂરના ગેરેજમાં રહેતા હતા બોની કપૂર

બોનીનો જન્મ 11 નવેમ્બર 1955ના રોજ મેરઠમાં થયો હતો. બોની કપૂરના પિતા સુરિન્દર કપૂર જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર હતા. જ્યારે તેઓ ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવા માટે મુંબઈ આવ્યા હતા ત્યારે પોતાના પરિવાર સાથે થોડા સમય સુધી દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર રાજ કપૂરના ગેરેજમાં રહ્યા હતા. બોની કપૂરનું અસલી નામ અચલ કપૂર છે. તેઓ દિગ્ગજ એક્ટર અનિલ કપૂર અને સંજય કપૂરના મોટા ભાઈ છે.

Boney Kapoor, Sridevi (1)

પહેલી પત્નીને ડિવોર્સ આપીને શ્રીદેવી સાથે કર્યા હતા બીજા મેરેજ

બોની કપૂરે બે મેરેજ કર્યા હતા. તેમના પહેલા મેરેજ મોના શૌરી કપૂર સાથે વર્ષ 1983માં થયા હતા. બાદમાં તેમને એક દીકરો અર્જુન કપૂર અને એક દીકરી અંશુલા કપૂર થયા હતા. બોનીની શ્રીદેવી સાથે પહેલી મુલાકાત ફિલ્મ સોલહવાં સાવનના સેટ પર થઈ હતી. બોનીએ શ્રીદેવીને પોતાની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાની ઓફર આપી હતી. શ્રીદેવી પસંદ હોવાને કારણે આ ફિલ્મ માટે તેમણે તેમને 11 લાખ રૂપિયા ફીની ઓફર આપી હતી. જ્યારે તે સમયે એક્ટ્રેસ 8 લાખ રૂપિયા સુધી ચાર્જ કરતા હતા.

Boney Kapoor, Sridevi (2)

શ્રીદેવી સાથે લવ સ્ટોરી અને મેરેજ

મોકો જોઈને એક દિવસ બોનીએ એક્ટ્રેસ સામે પોતાના દિલની વાત કહી દીધી. પરંતુ, બોનીના મેરેજ થઈ ગયા હોવાથી અને બે બાળકોના પિતા હોવાથી શ્રીદેવી હેરાન રહી ગયા. આ ઘટના પછી બંને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત બંધ રહી. જોકે એક્ટ્રેસના મધરની તબિયત ખરાબ થવા દરમિયાન શ્રીદેવીને બોનીએ સપોર્ટ આપ્યો હતો. બાદમાં બંનેએ 1996માં મેરેજ કરી લીધા હતા. જ્યારે એ જ વર્ષે બોનીએ પોતાની પત્ની મોનાને ડિવોર્સ પણ આપી દીધા હતા. શ્રીદેવી અને બોની કપૂરને બે દીકરીઓ જાન્હવી કપૂર અને ખુશી કપૂર થઈ હતી.

આ પણ વાંચો-Ramayana Record : પહેલા 4 દિવસ તો માત્ર ટ્રેલર હતા, 5મો દિવસ રહ્યો સૌથી મોટો! રામાયણે તોડ્યો પુષ્પા 2 અને ધુરંધરનો રેકોર્ડ